India Planning To Have Own Space Station Says ISRO Chief
  • Home
  • Featured
  • હવે અમેરિકા અને રશિયાની સાડાબારી નહીં, ISROના ચીફે કરી મહત્વની જાહેરાત

હવે અમેરિકા અને રશિયાની સાડાબારી નહીં, ISROના ચીફે કરી મહત્વની જાહેરાત

 | 8:00 pm IST

ભારત અવકાશમાં પોતાનું સ્પેસ સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં અવકાશમાં એક અમેરિકાનું અને બીજું રશિયાનું એમ બે સ્પેશ સ્ટેશનો કાર્યરત છે અને ભારત પણ તેમાં જોડાશે.

ઈસરો ચીફ કે સિવાને આ વાતની જાહેરાત કરતા કહ્યું કે ભારતે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવા માટે 2030 સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. સ્પેસ સ્ટેશન લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ ભારતીય અવકાશયાત્રીઓ અવકાશમાં 15-20 દિવસ રાખવાનો છે. તેમણે કહ્યું કે ગગનયાન મિશન પૂર્ણ થયા બાદ જ આ અંગેની વધારે માહિતી આપી શકાય છે.

ભારતે એકલે હાથે આ પ્રોજેક્ટ પૂરો કરશે અન્ય કોઈ દેશની મદદ નહીં લેશે. હાલમાં એક અમેરિકાનું અને બીજું રશિયાનું એમ ૨ સ્પેસ સ્ટેશનો અવકાશમાં પરિભ્રમણ કરી રહ્યાં છે, બીજા કોઈ દેશો અવકાશમાં જવા માટે આ દેશોના સ્પેશ સ્ટેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સિવાને કહ્યું કે માનવ સ્પેશ મિશન લોન્ચ થયા બાદ આપણે ગગયનયાન પ્રોગ્રામ ચાલુ રાખવો પડશે. તેથી ભારત પોતાનું સ્પેસ સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સરકારે ગગનયાન માટે 10 હજાર કરોડનું બજેટ ફાળવી દીધું છે.

ભારતની નજર શુક્ર અને સૂર્ય તરફ

ઈસરોએ સૂર્ય અને શુક્ર જેવા ગ્રહો સુધી પહોંચવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. ૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨ લોન્ચ થઈ રહ્યું છે. મિશન ચંદ્રયાનની કુલ લાગત 10,000 કરોડ છે. ભારત અવકાશ ક્ષેત્રમાં ઘણી બધી સિદ્ધી પ્રાપ્ત કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર ભારતનું બીજું પગલું રાખવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ઈસરોના ચેરમેન સિવાને કહ્યું કે ઈસરોએ આ પહેલા આવું કોઈ મિશન પુરુ પાડયું નથી. આ ફક્ત ઈસરો માટે જ નહી પરંતુ દેશ માટે રોમાંચભરેલી ક્ષણ હશે. ચંદ્ર પર લેન્ડ થયા બાદ રોવર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન