india post Department recruitment notification 3679 vacancy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • 10 પાસ યુવાઓ માટે પોસ્ટ વિભાગમાં બમ્પર વેકેન્સી, આટલા હજાર પદો પર થશે ભરતી

10 પાસ યુવાઓ માટે પોસ્ટ વિભાગમાં બમ્પર વેકેન્સી, આટલા હજાર પદો પર થશે ભરતી

 | 3:02 pm IST
  • Share

ભારતીય પોસ્ટ વિભાગ (Indian Post) માં 10 પાસ ઉમેદવારો માટે બમ્પર નોકરીઓ બહાર પડી છે. આ ભરતી ગ્રામીણ પોસ્ટ સેવક પદો પર થઈ રહી છે. ગ્રામીણ પોસ્ટ સેવક પર ભરતી આંધ્ર પ્રદેશ, તેલંગણા અને દિલ્હી સર્કલમાં થઈ રહી છે. પોસ્ટ વિભાગના નોટિફિકેશન અનુસાર કુલ 3679 પદો પર ભરતી કરવાની છે. ઉમેદવારોએ આવેદન ભારતીય પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ appost.in પર જઈને ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની છેલ્લી તારીખ- 27 ફેબ્રુઆરી 2021 છે.

પોસ્ટની વિગત

દિલ્હી સર્કલ (Delhi)- 233
આંધ્ર પ્રદેશ (Aandhra Pradesh)-2296
તેલંગણા (Telangana)-150

વય મર્યાદા

18થી 40 વર્ષની વચ્ચે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટ આપવામાં આવશે. એસસી ઉમેદવારોને 5 વર્ષ,ઓબીસી વર્ગને ત્રણ અને દિવ્યાંગ લોકોને 10 વર્ષની છૂટ મળશે.

જરૂરી પાત્રતા

  • ગણિત અને અંગ્રેજી વિષય સાથે 10 પાસ
  • સાથે સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી
  • સામાન્ય કમ્પ્યૂટરનું જ્ઞાન જરૂરી
  • નોટિફિકેશન અનુસાર આ સામાન્ય કમ્પ્યૂટર ટ્રેનિંગનું સર્ટિફિકેટ કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 દિવસનો કોર્ષ હોવો જોઈએ.

કેવી રીતે કરશો આવેદન

  • આવેદન પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થશે
  • તેના માટે વેબસાઈટ appost.in પર વિઝિટ કરો
  • સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરો
  • એક યૂનિક રજિસ્ટ્રેશન નંબર મળશે
  • બીજા ચરણમાં આવેદન ફીની ચૂકવણી કરવાની છે
  • યૂઆર/ઓબીસી/ઈડબ્લ્યૂએસ પૂરુષ ફી ઓનલાઈન પેમેન્ટ કરે
  • ઓનલાઈન ચૂકવણી દરમિયાન બેન્ક ખાતામાંથી પૈસા કપાયા બાદ પણ જો આવેદન ફોર્મ ભરવાની પુષ્ટી ન થાય તો તેના માટે ઉમેદવાર 72 કલાકની રાહ જોઈ શકે છે
  • ઉમેદવાર ઈચ્છે તો ઓફલાઈન ચૂકવણી કોઈ પણ મુખ્ય પોસ્ટ ઓફીસ પર કરી શકે છે
  • ત્રીજા તબક્કામાં આવેદન સબમીટ કરવાનું છે

 

  • આ વીડિયો પણ જૂઓ: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન