India praised in US Congress for revoking Article 370 in Kashmir
  • Home
  • Featured
  • 370 પર કાગારોળ મચાવતા પાક.ના ગાલે અમેરિકાના આ સાંસદે ઝીંક્યો સણસણતો તમાચો

370 પર કાગારોળ મચાવતા પાક.ના ગાલે અમેરિકાના આ સાંસદે ઝીંક્યો સણસણતો તમાચો

 | 10:45 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને પાકિસ્તાન દુનિયાભરમાં કાગારોળ મચાવી રહ્યું છે, પરંતુ અમેરિકી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારના ભારોભાર વખાણ કર્યા હતાં. ભારતીય સંસદે 5 ઓગષ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. 

મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે વિભાગમાં વહેંચી દીધું હતું. જમ્મુ-કાશ્મીરમાં 70 વર્ષથી ચાલી રહેલા બે બંધારણને હટાવી દીધા હતાં. જેને લઈને અમેરિકી કોંગ્રેસના પીટ એલ્સને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારત સરકારનો હક છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નરેન્દ્ર મોદી સરકાર્ના નિર્ણયના અમેરિકી કોંગ્રેસમાં ભારે વખાણ થયા છે. અમેરિકી કોંગ્રેસમાં કહેવામાં આવ્યું છે કે, કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય પણ છે અને ભારતનો અધિકાર પણ. પીએમ મોદીની આ ઈચ્છાશક્તિના કારણે જ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર શાંતિ સ્થપાઈ રહી છે. ભારતના પક્ષમાં આ અવાજ ભારતના પ્રબળ સમર્થક અને ટેક્સસના રિપબ્લિક સેનેટર પીટ ઓલ્સને ઉઠાવ્યો છે. 

અમેરિકી સેનેટર પીત ઓલ્સને કહ્યું હતું કે, 70 વર્ષથી આ અસ્થાઈ વ્યવસ્થાએ જમ્મુ-કાશ્મીરના લોકોને મજબુર કર્યા કે તે આ જુદા કાયદાની સાથે બીજા ભારતીયો સાથે રહે. રહેવા માટે જુદો કાયદો, સંપત્તિનો પણ અલગ કાયદો. પરંતુ આખરે મોદી સરકારમાં સંસદે સુનિશ્ચિત કર્યું કે, આ અસ્થાયી કાયદો અનુચ્છેદ 370નો હવે અંત આવશે. આખરે તેનો અંત આવ્યો અને તેનાથી જમ્મુ-કાશ્મીરના લોકોને બીજા ભારતીયોની માફક સમાન અધિકાર પણ મળ્યા.

પીટ ઓલ્સન આ અગાઉ પણ અનેક મહત્વના મુદ્દે ભારતનું સમર્થન કરી ચુક્યા છે. ઓલ્સને 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતીય રંગમાં રગાયા હતાં. પીએમ મોદીએ ભારતીય પરિધાન પહેરવાને લઈને પીટ ઓલ્સનના ભારોભાર વખાણ પણ કર્યા હતાં. 

આ વીડીયો પણ જુઓ : ખાનગીકરણ પર રાજકારણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન