India pulls up Pakistan, Turkey & OIC at UNHRC meet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાશ્મીર મુદ્દે  તુર્કી, પાક. અને OICનો કાંકરીચાળો, ભારતે આરોપો ફગાવ્યા

કાશ્મીર મુદ્દે  તુર્કી, પાક. અને OICનો કાંકરીચાળો, ભારતે આરોપો ફગાવ્યા

 | 6:35 am IST

। નવી દિલ્હી  ।

પાકિસ્તાન, તુર્કી અને ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી) કાશ્મીર મુદ્દે ફરી એક વાર ભારતને ઘેરવા પ્રયાસ કરી રહ્યા છે. જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદની ૪૫મી બેઠકમાં પાકિસ્તાન, તુર્કી અને  ઓઆઇસી દ્વારા ભારતની આંતરિક બાબત અંગે ટિપ્પણી કરીને માનવ અધિકારના આક્ષેપ કર્યા હતા. તે પછી રાઇટ ટુ રિપ્લાય હેઠળ ભારતના જિનીવા ખાતેના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન બાથેએ તે ત્રણેય દેશને તીખો જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિષે થયેલી ટીકાને ફગાવી દેતાં ભારતે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી બહાલ કરવાની અને આર્થિક વિકાસની પ્રક્રિયા વેગીલી બની છે. જોકે પાકિસ્તાન આ પ્રક્રિયામાં અવરોધ સર્જતો રહ્યો હતો.

ભારતે જણાવ્યું કે મનોમન ઊપજાવી કાઢેલા અને જૂઠાં આરોપો લગાવીને ભારતને બદનામ કરવાની પાકિસ્તાનને આદત પડી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન