India ranks 71st out of 113 countries in food security: Ireland number one
  • Home
  • Featured
  • ખાદ્ય સુરક્ષામાં 113 દેશોમાં ભારત 71મા સ્થાને : આયર્લેન્ડ નંબર વન

ખાદ્ય સુરક્ષામાં 113 દેશોમાં ભારત 71મા સ્થાને : આયર્લેન્ડ નંબર વન

 | 7:00 am IST
  • Share

  • ભૂખે મરતું પાકિસ્તાન અને શ્રાીલંકા પણ ખાદ્ય સુરક્ષામાં ભારત કરતાં સારી સ્થિતિમાં

  • ભારત પાડોશી દેશો કરતાં કેટલો સમય આગળ રહી શકશે એ સવાલ મોં ફાડીને ઊભો છે

વિશ્વના 113 દેશોમાં નાગરિકોને બે ટંક જમવાનું મળી રહે છે કે નહીં તેની માહિતી આપતી ફૂડ સિક્યુરિટી ઈન્ડેક્સની 2021ની યાદીમાં ખોરાક મેળવવાની ક્ષમતામાં ભારતનું સ્થાન 71મું આવ્યું છે. આૃર્યની વાત એ છે કે ભૂખે મરતું પાકિસ્તાન અને શ્રાીલંકા પણ આ બાબતે ભારત કરતાં સારી સ્થિતિમાં હોવાનું અહેવાલમાં જાણવા મળ્યું છે. શ્રાીલંકાને 62.9 પોઈન્ટ મળ્યા છે અને પાકિસ્તાનને 52.6 પોઈન્ટ મળ્યા છે. ભારતને 50.2 પોઈન્ટ મળ્યા છે.  

જોકે ઓવરઓલ દેખાવના પોઈન્ટ્સ ધ્યાનમાં લઈએ તો ભારતની સ્થિતિ પાકિસ્તાન, શ્રાીલંકા સહિત બધા પાડોશીઓ કરતાં ખૂબ સારી જણાય છે. ઓવરઓલ પોઈન્ટ મુજબ 57.2 પોઈન્ટ સાથે ભારત 71મા સ્થાને, 54.7 પોઈન્ટ સાથે પાકિસ્તાન 75મા સ્થાને અને 54.1 પોઈન્ટ સાથે શ્રાીલંકા 77મા સ્થાને, નેપાળ 53.7 પોઈન્ટ સાથે 79મા સ્થાને અને 49.1 પોઈન્ટ સાથે બાંગ્લાદેશ 84મા નંબરે આવે છે.  

જોકે ભારત પાડોશી દેશો કરતાં કેટલો સમય આગળ રહી શકશે એ સવાલ મોં ફાડીને ઊભો છે, કારણ કે આ યાદીમાં છેલ્લા 10 વર્ષમાં પોતાની સ્થિતિ સુધારવાના મામલે ભારતની સ્થિતિ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ કરતાં ખરાબ છે. 10 વર્ષમાં ભારતનો સ્કોર 2.7 પોઈન્ટ સુધર્યો છે, પાકિસ્તાનનો 9 પોઈન્ટ સુધર્યો છે, નેપાળનો 7 પોઈન્ટ સુધર્યો છે અને બાંગ્લાદેશનો 4.7 પોઈન્ટ સુધર્યો છે. જો આ ગતિ જળવાઈ રહી તો આગામી 15-20 વર્ષમાં પાડોશી દેશો ભારત કરતાં સારી સ્થિતિમાં આવી ગયા હશે.  

આ યાદીમાં દરેક દેશના નાગરિકોની ખોરાક મેળવવાની ક્ષમતા, ખોરાકની પ્રાપ્યતા, ગુણવત્તા અને સલામતી આ ચાર પાસાં ઉપરાંત કુદરતી સ્ત્રોત અને સ્થિતિસ્થાપકતા એમ કુલ છ માપદંડ તપાસવામાં આવે છે. તે સિવાય આર્થિક સમાનતા સહિતના બીજાં 58 પાસાં પણ તપાસવામાં આવે છે. દરેક પાસાંના જુદા જુદા પોઈન્ટ્સ આપવામાં આવે છે. તથા બધાની સરેરાશ કાઢીને ઓવરઓલ પોઈન્ટ્સ આપવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો