India Reacts Sharply To China's New Maneuver, Rejects Chinese Claim Over Lac In Ladakh
  • Home
  • Featured
  • લદ્દાખના બદલામાં ચીનને સણસણતો જવાબ, અમે 61 વર્ષ જુની LAC માનતા જ નથી : ભારત

લદ્દાખના બદલામાં ચીનને સણસણતો જવાબ, અમે 61 વર્ષ જુની LAC માનતા જ નથી : ભારત

 | 6:52 pm IST

ચીન સરહદે નવા નવા ઉંબાડીયા કરવા લાગ્યું છે. ભારતના લદ્દાખને કેન્દ્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપવાનો ઈનકાર કરનારા ચીનને ભારતે પણ જેવા સાથે તેવો જ વળતો જવાબ આપ્યો છે. ભારતે પણ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC)ને લઈને ચીને કરેલા દાવાને ધરમુળથી ફગાવી દીધો છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આજે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતે ક્યારેય 1959ના ચીનના એક તરફી LACના નિર્ણયને સ્વિકાર્યો જ નથી. 1993 બાદ એવી અનેક સમજુતિઓ થઈ જેનો હેતુ અંતિમ સમજુતુ સરહદે શાંતિ અને યથાસ્થિતિ બનાવી રાખાવાનો હતો.

ભારતે દેખાડી પ્રતિબદ્ધતા

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 2005ના ભારત સરહદ વિવાદ ઉકેલવા માટે રાજનૈતિક માપદંડો અને માર્ગદર્શક સિદ્ધાંતો પર સમજુતિ કરવા પ્રતિબદ્ધ છે. ભારત અને ચીન બંને દેશો લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC)ની એક સામાન્ય સમજુતિ સુધી પહોંચવા માટે એલએસીના સ્પષ્ટિકરણ માટે પ્રતિબદ્ધ છે.

‘ચીનનું નિવેદન વાંધાજનક’

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતે ક્યારેય 1959માં ચીન અને એલએસીની એકતરફી કરવામાં આવેલી પરિભાષાને સ્વિકાર નથી કરી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 1993, 1996 અને 2005માં ચીન સાથે દ્વિપક્ષીય વાતચીતમાં સહમતિ બની હતી કે એલએસી પર બંને દેશો વચ્ચે જે બિંદુઓને લઈને વિવાદ છે તેને વાતચીત દ્વારા ઉકેલવામાં આવતા રહેશે અને કોઈ પણ પ્રકારની એકતરફી  કાર્યવાહી  કરવાથી બચવામાં આવશે. ભારતે કહ્યું હતું કે, પરંતુ સરહદે ગંભીર સ્થિતિ વચ્ચે ચીનનું આ પ્રકારનું નિવેદન વાંધાજનક છે અને બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિનું ઘોર ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારતે સંસદમાં ખરડૉ પસાર કરીને જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત એવી 370 કલમ દુર કરી હતી, ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધો હતો. જ્યારે લદ્દાખને પણ અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો હતો. લદ્દાખમાં જ અક્સાઈઝ ચીન આવેલુ છે જ્યાં તેણે ભારતની કેટલીક જમીન પચાઈ પાડી છે. માટે સરહદે ગંભીર તણાવ વચ્ચે અચાનક જ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપવાનો ઈનકાર કરી દ્દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન