India received the third list of secret bank accounts from Switzerland
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્વિત્ઝર્લેન્ડ પાસેથી ભારતને સિક્રેટ બેન્ક ખાતાની ત્રીજી યાદી મળી

સ્વિત્ઝર્લેન્ડ પાસેથી ભારતને સિક્રેટ બેન્ક ખાતાની ત્રીજી યાદી મળી

 | 9:23 am IST
  • Share

  • સ્વિત્ઝર્લેન્ડ પાસેથી ભારતને સિક્રેટ બેન્ક ખાતાની ત્રીજી યાદી મળી
  • મોટાભાગનાં ઉદ્યોગપતિઓ અને કારોબારીઓનાં નામ સામેલ હોવાની સંભાવના
  • ભારતને સતત ત્રીજા વર્ષે સ્વિસ બેન્ક ખાતાઓની માહિતી આપવામાં આવી

 

સ્વિત્ઝર્લેન્ડ દ્વારા ભારતને ગુપ્ત સ્વીસ બેન્ક ખાતાઓની માહિતી દર્શાવતી ત્રીજી યાદી સુપરત કરવામાં આવી છે. આ યાદીમાં મોટા ભાગનાં ઉદ્યોગપતિઓ તેમજ કારોબારીઓ, કેટલાક નાગરિકો અને કંપનીઓનાં નામ સામેલ હોવાનું માનવામાં આવે છે. યુરોપનાં આ દેશ દ્વારા 96 દેશો સાથે કરવામાં આવેલી સમજૂતી મુજબ 70 દેશનાં કુલ 33 લાખ ખાતાઓની વિગતો જાહેર કરવામાં આવી છે.

આ વર્ષે વધુ 10 દેશો ખાતાઓની માહિતીની આપ- લે માં સામેલ થયા છે. જેમાં એન્ટીગુઆ અને બારબુડા, અઝરબૈઝાન, ડોમિનિકા, ઘાના, લેબેનોન, મકાઉ, પાકિસ્તાન, કતાર, સમોઆ અને વુઆતુ સામેલ છે. ભારતને સતત ત્રીજા વર્ષે સ્વિસ ખાતાઓની માહિતી આપવામાં આવી છે.

કારોબારીઓ અને NRIનાં બેન્ક ખાતાઓની વિગતો
એક અધિકારીએ પોતાનું નામ પ્રસિધ્ધ નહીં કરવાની શરતે કહ્યું હતું કે આ વખતની યાદીમાં મોટાભાગે કારોબારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ NRIનાં ખાતાઓની વિગતો જાહેર કરાઈ છે. જેમાં ખાતેદારની ઓળખ, ખાતા નંબર અને નાણાકીય વિગતો, બેન્કની વિગતો, ખાતામાં રહેલી રકમ તેમજ કરપાત્ર આવકને લગતી માહિતી સામેલ કરાઈ છે. સ્વિસ સરકાર દ્વારા 70 દેશ સાથે માહિતીનું આદાન પ્રદાન કરાયું છે. જ્યારે 26 દેશોને કોઈ માહિતી અપાઈ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો