India receives world's highest remittance from abroad
  • Home
  • India
  • ભારતે 2021માં વિદેશમાંથી વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવ્યું : વિશ્વ બેન્ક

ભારતે 2021માં વિદેશમાંથી વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવ્યું : વિશ્વ બેન્ક

 | 8:50 am IST
  • Share

  • વિદેશમાંથી 2021માં 87 અબજ ડૉલરનું રેમિટન્સ મેળવ્યું

  • વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીનમેક્સિકોફિલિપાઈન્સ અને ઈજિપ્તનો સમાવેશ થાય છે.

  • કુલ રેમિટન્સનો 20 ટકા હિસ્સો અમેરિકામાંથી ભારતમાં આવ્યો

     

 ભારતે 2021માં આખા વિશ્વમાં સૌથી વધુ 87 અબજ ડૉલરનું રેમિટન્સ મેળવ્યું હોવાનું વિશ્વ બેન્કે જણાવ્યું હતું. અમેરિકામાંથી સૌથી વધુ કમાણી ડૉલર સ્વરૂપે ભારતમાં મોકલવામાં આવી હતી. કુલ રેમિટન્સનો 20 ટકા હિસ્સો અમેરિકામાંથી ભારતમાં મોકલાયો હતો.

વિદેશમાં કામ કરતા ભારતીયોએ તેમની કમાણી સ્વરૂપે દેશમાં મોકલેલી રકમને રેમિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે ડૉલર કે અન્ય વિદેશી ચલણ સ્વરૂપે હોય છે. વિશ્વ બેન્કનાં જણાવ્યા મુજબ ભારત પછી વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીન, મેક્સિકો, ફિલિપાઈન્સ અને ઈજિપ્તનો સમાવેશ થાય છે.  

ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રેમિટન્સ 589 અબજ ડૉલરે પહોંચશે

વર્લ્ડ બેન્કના મતે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રેમિટન્સ 7.3 ટકાનાં વધારા સાથે 589 અબજ ડૉલરે પહોંચશે. વિદેશમાં માઈગ્રન્ટ થયેલા લોકો દ્વારા ભારતમાં ડૉલરનાં મૂલ્યમાં પૈસા પાછા મોકલવામાં આવતા જે પરિવારોની સ્થિતિ કોરોનામાં આર્થિક રીતે નબળી બની હતી તેમને ઘણી રાહત થઈ હતી અને મદદ મળી હતી.  

ભારતમાં 2022માં રેમિટન્સમાં 3 ટકા વધારાની શક્યતા

વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે ભારતમાં 2022માં રેમિટન્સમાં 3 ટકાનો વધારો થવાની શક્યતા છે જે વધીને 89.6 અબજ ડૉલર થશે. આરબ દેશોમાં માઈગ્રેટ થયેલા લોકો પાછા આવવામાં ઘટાડાની સંભાવના પર તેનો આધાર રહેશે. કોરોનાનાં કેસમાં તેમજ મૃત્યુદરમાં વધારો થવા છતાં બીજા ક્વાર્ટરમાં રેમિટન્સમાં વધારો થઈને 87 અબજ ડૉલરે પહોંચ્યું હતું જે 4.6 ટકાનો વધારો દર્શાવે છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો