India reconsidering 2 Lakh Cr fighter jet programme with Russia
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રશિયા સાથેના 2 લાખ કરોડના પ્રોજેક્ટને ભારત એક ઝાટકે પડતો મૂકશે! કારણ કે….

રશિયા સાથેના 2 લાખ કરોડના પ્રોજેક્ટને ભારત એક ઝાટકે પડતો મૂકશે! કારણ કે….

 | 6:26 pm IST

રશિયાની સાથે મળી 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચથી ફાઇટર જેટ તૈયાર કરવાના પ્રોજેક્ટ પરથી ભારતે બહાર નીકળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ભારતે રશિયાની સાથે 5મી જનરેશનના ફાઇટર જેટ્સ તૈયાર કરવાના પ્રોજેક્ટને લઇ કહ્યું કે તેનો ખર્ચ સતત વધતો જ જઇ રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે ભારતે વધુ ખર્ચના લીધે જ રશિયા પર આગળ ન વધવાની વાત કહી છે. જો કે સૂત્રોએ કહ્યું કે બંને દેશોની વચ્ચે આ ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર વાતચીત હજુ સુધી સ્થગિત થઇ નથી કારણ કે ભારત બંને દેશોની વચ્ચે યોગ્ય ખર્ચને શેર કરવાની કોઇ ફોર્મ્યુલા નીકાળવા પર લડાકુ વિમાનના સહ-વિકાસ પર ફરીથી વિચાર કરવા માટે તૈયાર છે.

સૂત્રોના મતે જો બંને દેશોની વચ્ચે આ પ્રોજેક્ટની કોસ્ટને શેર કરવાને લઇ કોઇ ફોર્મ્યુલા નક્કી થઇ જાય છે તો પછી આગળ વધી શકે છે. બંને દેશોની વચ્ચે સૈન્ય સંબંધોને નવી ઊંચાઇઓ સુધી લઇ જવાના હેતુથી ભારત અને રૂસની વચ્ચે 2007માં સંયુકત રીતે ફાઇટર જેટ તૈયાર કરવાને લઇ આ કરાર થયો હતો.

જો કે આ પ્રોજેક્ટ છેલ્લાં 11 વર્ષથી બંને દેશોની વચ્ચે કેટલાંય મુદ્દા પર અસહમતીઓના લીધે અટકેલો છે. અત્યાર સુધી બંને દેશોની વચ્ચે આ પ્રોજેક્ટનો ખર્ચ, એરક્રાફ્ટ તૈયાર કરવામાં ઉપયોગ થનાર તકનીક અને તૈયાર થનાર એરક્રાફ્ટસની સંખ્યાને લઇ કોઇ સમહતિ બની શકી નથી. સૂત્રોએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર 30 અબજ ડોલર એટલે કે અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની શકયતા છે.

રૂસની સાથે આ પ્રોજેક્ટને લઇ વાતચીતમાં સામેલ એક ટોચના અધિકારીએ કહ્યું કે અમે પ્રોજેક્ટના ખર્ચને લઇ તમામ મુદ્દા પર અમારા મંતવ્ય આપી દીધા છે. રૂસી પક્ષની તરફથી અત્યાર સુધીમાં કોઇ સમાધાન આપી શકયા નથી. ઉલ્લેખનીય છે કે ભારત એ ફાઇટર જેટ્સની શરૂઆત ડિઝાઇન માટે 295 મિલિયન અમેરિકન ડોલરની રકમ આપવા પર સહમતિ વ્યક્ત કરી હતી.