SCOમાં ભારત ટસનું મસ ના થયું, ચીનને એકલા જ હાથે આપ્યો આંચકો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • SCOમાં ભારત ટસનું મસ ના થયું, ચીનને એકલા જ હાથે આપ્યો આંચકો

SCOમાં ભારત ટસનું મસ ના થયું, ચીનને એકલા જ હાથે આપ્યો આંચકો

 | 8:06 pm IST

આઠ દેશોના શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં ભારતે એકલાએ જ ચીનની મહાત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ (OROB) પરિયોજનાનું સમર્થન નથી કર્યું. આ પરિયોજના માટે ચીને લગભગ 80 દેશો અને આંતરરાષ્ટ્રિય સંગઠનો સાથે સમજુતી કરેલી છે. SCOના બે દિવસીય સમ્મેલનની સમાપ્તિ પર જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકસ્તાને ચીનના બેલ્ટ એંડ રોડ ઈનિશેટિવ (BRI) ને પોતાનું સમર્થન આપ્યું છે.

ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, સભ્ય દેશોએ યૂરેશિયન ઈકોનોમીક યૂનિયનના વિકાસ સહિત બીઆરઆઈ શરૂ કરવાની દિશામાં કરવામાં આવેલા સંયુક્ત પ્રયાસો માટે પ્રસન્નતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત SCOના અવકાશમાં એક વ્યાકપ, ખુલો, પારસ્પરિક રૂપે લાભદાયક અને સમાજ ભાગીદારીને વિકસીત કરવા માતે ક્ષેત્રીય દેશો, આંતરરાષ્ટ્રિય સંગઠનો અને બહુપક્ષીય સંઘોની ક્ષમતાના ઉપયોગની વાત કરવામાં આવી છે.

OBORનો વિરોધ કરતું રહ્યું ભારત

ચીનની OROB પરિયોજના પર એક તરફી ટિપ્પટી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોઈ મોટી સંપર્ક સુવિધા પરિયોજનામાં સભ્ય દેશોની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરવું જોઈએ. સાથે જ તેમણે આશ્વાસન પણ આવ્યું કે, સમાવેશિતા સુનિશ્ચિત કરનારી તમામ પહેલો માટે ભારત તરફથી પુરો સહયોગ મળશે.

ઉલ્લેખનીય છે કે, ભારત OROBનો સતત સખત વિરોધ કરી રહ્યું છે. આમ એટલા માટે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો એક ભાગ, 50 અબજ ડૉલરનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં થઈને પસાર થાય છે. આ વિસ્તારને ભારત પોતાનો માને છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ચીને OROB મુદ્દો રજુ કર્યો હતો. જેનું શામેલ તમામ દેશોએ સમર્થન કર્યું હતું. પરંતુ ભારતે તેનો એકલા હાથે અને શક્તિશાળી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે, તે એવા કોઈ જ પ્રોજેક્ટને સ્વિકારતુ નથી જે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પર ભારતની મુખ્ય ચિંતાઓને નજર અંદાજ કરતો હોય. કોઈ મોટી સંપર્ક સુવિધા પરિયોજનામાં સભ્ય દેશોની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરવું જોઈએ.

ચીને 2013માં આ પરિયોજનાની રૂપરેખા રજૂ કરી હતી જેનું લક્ષ્ય દક્ષિણપૂર્વી એશિયા, સેંટ્રલ એશિયા, ગલ્ફ રિઝન, આફ્રિકા અને યૂરોપના રોડ અને દરિયાના નેટવર્કને જોડવાનું છે. શી જિનપિંગ પહેલા જ કહી ચુક્યાં છે કે, ચીન આ પ્રોજેક્ટમાં 126 અબજ ડૉલરનું રોકાણ કરવા ધારે છે.