કાશ્મીર: UNના રિપોર્ટ પર ભારત ભડકયું, ઉદ્દેશ પર ઉઠાવ્યા પ્રશ્ન - Sandesh
NIFTY 11,403.90 -31.20  |  SENSEX 37,759.60 +-92.40  |  USD 70.2875 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કાશ્મીર: UNના રિપોર્ટ પર ભારત ભડકયું, ઉદ્દેશ પર ઉઠાવ્યા પ્રશ્ન

કાશ્મીર: UNના રિપોર્ટ પર ભારત ભડકયું, ઉદ્દેશ પર ઉઠાવ્યા પ્રશ્ન

 | 3:15 pm IST

ભારતે કાશ્મીર પર સંયુકત રાષ્ટ્રના એ રિપોર્ટને નકારી દીધો છે જેમાં કથિત રીતે માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ મૂકાયો છે. ભારતે સંયુકત રાષ્ટ્રના આ રિપોર્ટને ખોટો અને ખાસ દ્રષ્ટિથી પ્રેરિત ગણાવ્યો છે. એક આકરી પ્રતિક્રિયામાં વિદેશ મંત્રાલયે કહ્યું કે સંયુકત રાષ્ટ્રનો આ રિપોર્ટ ‘અત્યાધિક પૂર્વાગ્રહ’થી ગ્રસિત છે અને જુઠ્ઠા નેરેટિવ બનાવવાની કોશિષ કરાઇ રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ રિપોર્ટ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કરે છે. ગુરૂવારના રોજ રિલીઝ રિપોર્ટમાં સંયુકત રાષ્ટ્રે જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર, બંનેમાં કથિત રીતે માનવાધિકાર ઉલ્લંઘનની વાત કહી છે. યુએનએ આ માનવાધિકાર ઉલ્લંઘનનોની આંતરરાષ્ટ્રીય તપાસની માંગણી કરી છે.

વિદેશ મંત્રાલયે તેને નકારતા આવા રિપોર્ટ સામે લાવવાની ઇચ્છા પર પ્રશ્ન ઉભો કર્યો છે. વિદેશ મંત્રાલયે આગળ કહ્યું છે કે આ રિપોર્ટ કેટલીક હદ સુધી અસત્યાપિત માહિતીનું એક પસંદગીનું સંકલન છે. વિદેશ મંત્રાલયે ફરી એકવખત સંયુકત રાષ્ટ્ર સહિત આખી દુનિયાને યાદ અપાવી છે કે આખે આખું જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને ભારતના એક હિસ્સા પર જબરદસ્તી પોતાનો કબ્જો કરી રાખ્યો છે.