NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ICC Test Ranking: ભારત નંબર-1, ઓસી.ને પછાડીને આફ્રિકાએ મેળવ્યો બીજો નંબર

ICC Test Ranking: ભારત નંબર-1, ઓસી.ને પછાડીને આફ્રિકાએ મેળવ્યો બીજો નંબર

 | 9:22 pm IST

ભારતે આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની વર્તમાન ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પોતાનો પહેલો સ્થાન જાળવી રાખ્યો છે. આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં 2013-14ના પરિણામો સામેલ કરવામાં આવ્યા નથી. જ્યારે 2015-16ના પરિણામોને 50 ટકા સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ભારતીય ટીમ બીજા સ્થાને રહેલ દક્ષિણ આફ્રિકાથી 6 પોઈન્ટ આગળ છે. ભારતના રેન્કિંગમાં 123 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાના 109થી 117 અંક થઈ ગયા છે. ભારત અને આફ્રિકાના પોઈન્ટમાં વધારો થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાનના પોઈન્ટમાં ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર છે, જોકે તેને આઠ પોઈન્ટનું નુકશાન થયું છે. પહેલા ઓસ્ટ્રેલિયાના 108 પોઈન્ટ હતા, જ્યારે હવે તેના 100 અંક થઈ ગયા છે.

ઈંગ્લેન્ડને બે અંકની માર ખાવી પડી છે. તે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાન હવે ન્યૂઝીલેન્ડની પાછળ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકાની ટીમ 91 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ 75 પોઈન્ટ સાથે આઠમા સ્થાને અને બાંગ્લાદેશ 69 અંક સાથે નવમાં સ્થાને છે. જિમ્બાબ્વે કોઈપણ પોઈન્ટ વગર દસમાં સ્થાને છે.