ભારત-રશિયા મિસાઇલ સોદાથી પરેશાન ચીન! પાકિસ્તાનને આપશે 48 હાઇટેક ડ્રોન - Sandesh
  • Home
  • World
  • ભારત-રશિયા મિસાઇલ સોદાથી પરેશાન ચીન! પાકિસ્તાનને આપશે 48 હાઇટેક ડ્રોન

ભારત-રશિયા મિસાઇલ સોદાથી પરેશાન ચીન! પાકિસ્તાનને આપશે 48 હાઇટેક ડ્રોન

 | 9:48 pm IST

ભારત- રશિયા વચ્ચેના જી-૪૦૦ સોદાની સામે પાકિસ્તાને પણ ચીન સાથે લશ્કરી સોદો કર્યો છે. પાકિસ્તાને ચીન પાસેથી ૪૮ હાઈ ક્વોલિટી મિલિટરી ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેનો આ સૌથી મોટો સોદો છે. ચીની અધિકારીઓએ આ વાતને સાચી ગણાવી હતી પરંતુ સોદાની વધારે વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો. ચીની કંપની ચેંગ્ડ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્યિલે આ ડ્રોન બનાવ્યાં છે.

ચીની સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઇમ્સે તેની એક ખબરમાં લખ્યું કે ચીન પાકિસ્તાનનો સહયોગી દેશ છે. ચીન પાકિસ્તાની લશ્કરનો સૌથી મોટો હથિયાર સપ્લાયર દેશ છે. બંને દેશો સાથે મળીને સિંગલ એન્જિન મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ જેએફ થંડર બનાવી રહ્યાં છે. પાકિસ્તાની લશ્કરે લાંબા સમયથી ચીન પાસેથી લશ્કરી ડ્રોન ખરીદવાની ઈચ્છા રાખી હતી. પરંતુ કોઈને કોઈ કારણોસર આ વાત ટલ્લે ચડતી હતી પરંતુ હવે ભારત અને રશિયા વચ્ચે થયેલા એસ-૪૦૦ વિમાનોના સોદા પછી તરત જ પાકિસ્તાને પણ ચીન પાસેથી ડ્રોન ખરીદવાનો નિર્ણય કરી નાખ્યો છે. પાકિસ્તાની વાયુસેનાની શેરદિલ એરોબેટિક ટીમે સોશિયલ મીડિયા પર આ સોદાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાને ગૌરી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

પાકિસ્તાની લશ્કરે પરમાણુ હથિયારોનું વહન કરી શકવા સક્ષમ ગૌરી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. પાકિસ્તાન પાસે આ એકમાત્ર એવી મિસાઇલ છે જે લિક્વિડ ફ્યૂઅલ છે અને બેલાસ્ટિક ક્ષમતાથી સજ્જ છે. ગૌરી મિસાઇલના સફળ પરીક્ષણ બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લશ્કરને અભિનંદન પાઠવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન