India-Russia Resolve US Sanction on S-400 Missile System
  • Home
  • Featured
  • ભારતે કરી અમેરિકાની ઐસી-તૈસી, રશિયા સાથે મળી પાડશે આવો ‘ખેલ’

ભારતે કરી અમેરિકાની ઐસી-તૈસી, રશિયા સાથે મળી પાડશે આવો ‘ખેલ’

 | 5:47 pm IST

ભારત રશિયા પાસેથી દુનિયાની સૌથી આધુનિક એસ-400 મિસાઈલ સિસ્ટમ કોઈ પણ ભોગે ખરીદવા ઉત્સુક છે. પરંતુ અમેરિકાના પ્રતિબંધો વચમાં અવરોધરૂપ બની રહ્યાં છે. જોકે ભારત અને રશિયાએ મળીને તેનો પણ તોડ કાઢી લીધો છે.

અમેરિકાના પ્રતિબંધો વચ્ચે એસ-400 મિસાઈલ સિસ્ટમની ખરીદી પર બંને દેશો ભારત અને રશિયા 5 અબજના સોદા માટે  પોત-પોતાની રાષ્ટ્રીય  મુદ્રા મારફતે ચુકવણી કરવા પર સહમત થયા છે.

નવી દિલ્હીમાં બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયાની મિસાઈલ એસ-400 મિસાઈલ સિસ્ટમની પહેલી ડિલિવરી આ વ્યવસ્થા અંતર્ગત જ આવશે. તો રશિયાના અધિકારીએ પણ જણાવ્યું છે કે, હવે ભારત અને રશિયામાં સંરક્ષણ સોદાની ચુકવણી રશિયાના ચલણ રૂબલ અને ભારતીય ચલણ રૂપિયામાં નક્કી કરવામાં આવશે.

અમેરિકા દ્વારા અનેક દેશો પર રશિયાના હથિયાર ના ખરીદવાની ધમકીએ આપવાના કારણે રશિયાએ પોતાના હથિયારોના વેચાણને લઈને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જોકે અમેરિકાની ધમકી છતાંયે ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખઈદવા પર હસ્તાક્ષર કર્યા છે. જોકે ચુકવણીને લઈને સૌથી મોટી ગુંચવણ હતી. જેથી ભારત અને રશિયાએ તેનો ઉકેલ શોધી કાઢ્યો છે. બંને દેશો હવે આ સોદા પેટે આપવાની થતી 5 અબજની ચુકવણી રૂપિયા અને રૂબલમાં જ કરશે. તેવી જ રીતેને નવી યોજના અંતર્ગત ચુકવણી ડૉલર દ્બારા કરવાનો માર્ગ પણ ખુલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન