સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો Galaxy S9 અને S9+ જાણો નવા ફિચર્સ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો Galaxy S9 અને S9+ જાણો નવા ફિચર્સ

સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો Galaxy S9 અને S9+ જાણો નવા ફિચર્સ

 | 4:40 pm IST

આખરે મંગળવારે સેમસંગ કંપનીએ સેમસંગ ગેલેક્સી એસ9 અને એસ9+ ભારતમાં લૉન્ચ કર્યો છે. અત્રે નોંધનીય છે કે સેમસંગ ગેલેક્સી એસ સિરીઝના આ બંને ફ્લેગશિપ મોબાઇલને ગત મહિને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યુસી)માં રજૂ કરવામાં આવ્યા હતા. આ ફ્લેગશિપ સ્માર્ટફોનના કેમેરા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બંને સ્માર્ટફોનના પ્રાઇમરી રિયર કેમેરા વેરિએબલ અપાર્ચર સેંસર સાથે આવી રહ્યા છે, સાથે જ ગેલેક્સી એસ9 પ્લસ ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. દેખાવામાં ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9 પોતાના જૂના વેરિયન્ટ જેવા જ છે. જો કે અમુક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

આ નવા સેમસંગ ગેલેક્સી એસ9નું 64 જીબી વાળું મોડેલ ભારતીય માર્કેટમાં રૂા.57,900 માં ઉપલબ્ધ થશે, જ્યારે ગેલેક્સી એસ9+ ની શરૂઆતી કિંમત રૂા. 64,900 રાખવામાં આવશે. સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9+ ના 256 જીબી વાળા વેરિયન્ટની કિંમત ક્રમશઃ રૂા.65,900 અને રૂા.72,900 રાખવામાં આવી છે. જો ઉલ્લેખનીય છે કે 128 બીજી વાળા વેરિયન્ટ ભારતીય માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવશે નહીં.

સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9+ ની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં ડ્યુઅલ અપાર્ચર સેટઅપ વાળો પ્રાઇમરી રિયર કેમેરા સેન્સર છે. ઓછા પ્રકાશમાં આ સેન્સર f/24 અપર્ચર પર શૂટ કરવા માટે સક્ષમ છે. જ્યારે ઓછું અજવાળું હશે તો ઓટોમેટિકલી આ કેમેરા f/15 અપર્ચર પર કામ કરવા લાગશે. કંપનીનો દાવો છે કે ગેલેક્સી એસ9 અને એસ9+ 28 ટકા વધુ લાઇટ કેપ્ચર કરે છે.

કેમેરામાં બીજી મહત્વપૂર્ણ ખાસિયત સુપર સ્લો મોશન મોડ છે. આ ફોન 960 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરથી વીડિયો રેકોર્ડ કરી શકાશે. એપ્પલના એનિમોજીના જવાબમાં સેમસંગે આ વખતે એઆર ઇમોજી રજૂ કર્યાં છે. જો કે આ ફિચર તદ્દન અલગ છે. સેમસંગનું એઆર ઇમોજી એક રીતે વર્ચ્યુઅલ અવતાર છે. જેની મદદથી તમે ખુદની 3ડી તસવીર ખેંચી શકશો અને તેને ઇમોજીમાં કન્વર્ટ પણ કરી શકશો. ઇમોજી બનાવવા માટે વિવિધ પ્રકારના 18 એક્સપ્રેશન પણ મળશે. આ વખતે કેમેરા એપમાં બિક્સબી વિઝન આપવામાં આવ્યું છે. જેના થકી તમને લાઇવ ટ્રાંસલેશનની સુવિધા મળશે. આ કેમેરા મારફતે ફ્રેમમાં રહેલી બિલ્ડિંગ કે જગ્યાની ઓળખાણ થઇ શકશે. જો કે આ ફીચર સિલેક્ટેડ ક્ષેત્ર માટે જ હશે.

સેમસંગનું કહેવું છે કે મોડેલના ઉપરના હિસ્સાની સાથે આ વખતે નીચલા હિસ્સામાં પણ બેઝલને પાતળું કરી દેવામાં આવ્યું છે. સ્ક્રીન અને બૉડી વચ્ચેની જગ્યા ઓછી રહે તે માટે સ્ક્રીનને વધુ ડાર્ક કરી આપવામાં આવી છે. હવે આઇરિસ સ્કેનર અને ફેસ રિકગ્નેશન સાથે કામ કરશે જેથી ઑથેન્ટિકેશનમાં બિલકુલ તકલીફ નહીં પડે.

ગેલેક્સી એસ9ના બંને ફોન 10 એનએમ 64 બિટ ઑક્ટા-કોર ચિપસેટથી સજ્જ છે. સ્ટોરેજ આધારિત 64 જીબી, 128 જીબી અને 258 જીબી એમ ત્રણ વેરિયન્ટ હશે. ત્રણેય વેરિયન્ટમાં માઇક્રો એસડી કાર્ડ મારફતે 400જીબી સુધી મેમરી એક્સપેન્ડ કરી શકાશે. આ ફોન એન્ડ્રોઇડ 8 ઓરિયો પર કામ કરે છે. કનેક્ટિવિટી ફીચરની વાત કરીએ તો ગીગાબિટ એલટીઇ, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ 802.11 એસી, યૂએસબી-ટાઇપ સી, બ્લૂટૂથ 5.0 અને 3.5 એમએમનો જેક આપવામાં આવ્યો છે. બંને ફોનનો 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા f/1.7 અપર્ચર વાળો છે.

સેમસંગ ગેલેક્સી એસ9માં 5.9 ઇંચની ક્વાડએચડી + કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 ડિસ્પ્લે આપવામાં આવી છે, 4જીબી રેમ અને 3000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ઑટોફોકસ સેંસર છે જે ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇઝેશનથી સજ્જ છે. જ્યારે સેમસંગ ગેલેક્સી એસ9+ ની વાત કરીએ તો તેમાં 6.2 ક્વાડએચડી+ કર્વ્ડ સુપર એમોલેડ 18.5:9 આપવામાં આવી છે, 6જીબી રેમ અને 3500mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.