India Says On Trump Statement: Our Citizen in Priority After Think About Supply Of Drugs
  • Home
  • Corona live
  • ટ્રમ્પના નિવેદનનો મોદી સરકારે આપ્યો જડબાતોડ જવાબ- અમારા માટે દેશ પહેલાં, જરૂર હશે ત્યાં…

ટ્રમ્પના નિવેદનનો મોદી સરકારે આપ્યો જડબાતોડ જવાબ- અમારા માટે દેશ પહેલાં, જરૂર હશે ત્યાં…

 | 12:23 pm IST

કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં અત્યારે સૌથી વધુ ચિંતા લોકોની સારવારની છે. કોરોનાના વિકરાળ રૂપથી ઝઝૂમી રહેલા અમેરિકાએ મહાસંકટની વચ્ચે ભારત પાસે મદદ માંગી તો ત્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીભર્યા લહેકાનો ઉપયોગ પણ કર્યો. હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાને લઇ મચેલા વિવાદની વચ્ચે હવે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપી દીધો છે અને કહ્યું કે પહેલાં ભારતમાં તેની જરૂરિયાતો અને સ્ટોકને પારખવામાં આવ્યો છે અને ત્યારબાદ સૌથી વધુ અસરકારક દેશોને મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

ઘરમાં ભરપૂર સ્ટોક પહેલાં પ્રાથમિકતા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ વિદેશ મંત્રાલયના નવા પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવની તરફથી નિવેદન રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પ્રાથમિકતા છે કે જરૂરિયાત દવાઓનો ભરપૂર સ્ટોક હોય જેથી કરીને આપણા લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકાય. તેના લીધે કેટલીય દવાઓ પર થોડાંક સમય માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. પરંતુ સતત નવી સ્થિતિને જોતા સરકારે 14 દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

વિદેશ મંત્રાલયના મતે પેરાસિટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વીનને લઇ સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ, જ્યારે એક વખત ભારતમાં તેનો ભરપૂર સ્ટોક થશે ત્યારે કંપનીઓની તરફથી એ આધાર પર નિર્ણય લઇ શકાય છે.

પ્રભાવિત દેશોને કરશે સપ્લાય

દુનિયાની તરફથી સતત કરાય રહેલી અપીલ પર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ મહાસંકટના સમયમાં અમે આશા વ્યક્ત કરી રહ્યા છે કે દુનિયા એક થઇને લડશે. અમે પણ સતત તે તરફ પગલાં ભર્યા છે. તેનું ઉદાહરણ એ છે કે કેટલાંય દેશોથી અમે વિભિન્ન દેશોના નાગરિકોને બચાવ્યા છે.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતને પેરાસિટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વીનનું ધ્યાન એટલા માટે પણ રાખવાનું છે કારણ કે કેટલાંક પાડોશી દેશ સંપૂર્ણપણે અમારા પર નિર્ભર છે. એવામાં તેમને દવાઓની મંજૂરી આપી દેવામાં આવી છે. સાથો સાથ જરૂરી દવાઓનું સપ્લાય એ દેશોને ચોક્કસ અપાશે જ્યાં કોરોના વાયરસના લીધે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એવામાં આ સ્થિતિને કોઇપણ રીતે રાજકીય રૂપ ના આપો.

આ વીડિયો પણ જુઓ : ભારતીય ડોક્ટરનું લંડનમાં કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન