India Second Position after in SCO Army exercise with china and pakistan
  • Home
  • World
  • રશિયાની ધરતી પર પણ જોવા મળ્યો ભારતીય સૈનિકોનો દબદબો, પાક.-ચીનને ચટાડી ધૂળ

રશિયાની ધરતી પર પણ જોવા મળ્યો ભારતીય સૈનિકોનો દબદબો, પાક.-ચીનને ચટાડી ધૂળ

 | 5:40 pm IST

ભારત અને પાકિસ્તાનની સેનાઓએ પહેલીવાર એકસાથે કોઈ સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે. અભ્યાસ રશિયામાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) અંતર્ગત શુક્રવારે શરૂ થયો હતો, જે 29 ઓગષ્ટ સુધી ચાલ્યો. તેમા SCOના સભ્ય એવા રશિયા, ચીન, ઉઝબેકિસ્તાન, તઝાકિસ્તાન, કિર્ગિસ્તાને ભાગ લીધો. ભારત અને પાકિસ્તાનને ગત વર્ષે જુનમાં જ આ સંગઠનના પૂર્ણકાલિન સભ્ય બનાવવામાં આવ્યા હતાં.

આ અભ્યાસમાં ભારતીય સૈનિકોની ભારે ચર્ચા થઈ. ચાહે તે યુદ્ધ કૌશલ હોય કે પછી કળા. ભારતે ચીન અને પાકિસ્તાનના સૈનિકોને પછાડી બીજો નંબર હાંસલ કર્યો તો બીજી બાજુ ભારતના ચટાકેદાર ભોજન માટે પણ લાંબી લાઈનો લાગતી.

બીજા નંબરે રહ્યું ભારત

રશિયામાં ચાલી રહેલો યુદ્ધાભ્યાસ પુરો થઈ ગયો છે અને છેલ્લા દિવસે જેટલી પણ War Exercise થઈ તેમાં રશિયા બાદ ભારતીય સૈનિકોનો દબદબો જોવા મળ્યો. આખા યુદ્ધાભ્યાસમાં રશિયા બાદ ભારતીય સૈનિકોએ જ શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે પાકિસ્તાનના સૈનિકો આ યુદ્ધાભ્યાસમાં છેક છઠ્ઠાક્રમે રહ્યાં. ચીન પણ અભ્યાસમાં ભારતની પાછળ રહ્યાં. આ યુદ્ધાભ્યાસમાં રશિયા પહેલા ક્રમે રહ્યું જ્યારે ભારત બીજા. આ પણ એટલા માટે જ શક્ય બન્યું કારણ કે, SCO વાળી કૂટનીતિ કઠોર વાતચીત કરવા માટે, સભ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો.

ભારતીય મહેમાનનવાઝીએ જીત્યું સૌનું દિલ

રશિયાના SCOમાં સૈન્ય અભ્યાસ દરમિયાન ભારતીય સૈનિકોએ એક સંગીતમય રાતનું પણ આયોજન કર્યું હતું. જેને આખા માહોલને ભારતીય રંગે રંગી નાખ્યો. જેમાં જલેબીની મીઠાસ હતી, ભારતીય મીઠું અને ભારતીય પકવાનોનો મસાલેદાર સ્વાદ. આ ઉપરાંત લાલ રંગનું તિલક, રાજસ્થાની સાફો અને હંદુસ્તાની સંગીતની ધૂનોવાળા વાજીંત્રો પણ., આ મંચ પરથી ભારતે એ મેસેજ આપવાનો પણ પ્રયસ કર્યો કે, તેનું દિલ વિશાળ છે અને ભારતના ચમત્કારે જ Shanghai Co-operation Organizationના સભ્યોના દિલ ખરેખર જીતી પણ લીધા.

પાકિસ્તાની સૈનિકોએ પણ ખાધુ ભારતીય મીઠું

ધરતી ભલે રશિયાની હોય પરંતુ મહેમાન નવાઝી હિંદુસ્તાની પરંપરા અનુંસાર થઈ. લોકોના સ્વાગતમાં આરતી પણ ઉતારવામાં આવી અને તિલક પણ કરાયું. એટલે કે અતિથિ દેવો ભગની સંસ્કૃતિ પ્રમાણે જ. રશિયાના ચેબરકુલ મિલિટરી રેંજમાં જ્યારે ભારતીય સૈનિક દળ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો લાગી રહ્યું હતું કે, આ કાર્યક્રમ રશિયામાં નહીં પણ મુંબઈમાં થઈ રહ્યો છે. પાકિસાની સૈનિકોએ ભારતીય મીઠું પણ ખાધું અને આપણે એ કામ કર્યું જે સૌકોઈ કરતા પહેલા 100 વાર વિચાર કરે. પરંતુ ભારતીય સભ્યતાની વાત જ નિરાળી છે.

ભારતીય ભોજન માટે લાગી લાંબી લાઈનો

ભારતીય સૈનિકોએ એ બનાવેલા ભોજનની મહેક પણ Shanghai Co-operation Organizationમાં મહેકી ઉઠી. વિદેશી સાથી સૈનિકો ભારતીય ભોજન માટે રીતસરની લાઈન લગાવતા. કારણ કે, ભારતીય મસાલેદાર સ્વાદિષ્ટ ભોજન તેમની જીભે ચડી ગયું હતું.