માલદીવે ચીન અને પાકિસ્તાન મોકલ્યા પોતાના દૂત, ભારત નજરઅંદાજ? - Sandesh
  • Home
  • India
  • માલદીવે ચીન અને પાકિસ્તાન મોકલ્યા પોતાના દૂત, ભારત નજરઅંદાજ?

માલદીવે ચીન અને પાકિસ્તાન મોકલ્યા પોતાના દૂત, ભારત નજરઅંદાજ?

 | 9:23 pm IST

ભારે રાજનૈતિક ઉથલ પાથલનો ભોગ બનેલા માલદીવના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન, ચીન અને સાઉદી અરબિયમાં પોતાના દૂત મોકલ્યાં છે પરંતુ ભારતને તેનાથી અળગું રાખ્યું છે. માલદીની સરકારે જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિના નિર્દેશ પર કેબિનેટેના સભ્ય મિત્ર દેશોના પ્રવાસે જઈ રહ્યાં છે અને વર્તમાન સ્થિતિને લઈને તેમને માહિતગાર કરશે.

માલદીવની સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશના વિદેશમંત્રી પાકિસ્તાન ગયા છે, જ્યારે આર્થિક વિકાસ મંત્રી ચીનના પ્રવાસે છે. દેશના કૃષિ મંત્રી સાઉદી અરબિયા જશે.

માલદીવમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યા બાદની સ્થિતિની જાણકારી આપવા માટે કોઈ દૂતને ભારત મોકલવામાં આવ્યા હોવાની જાણકારી આપવામાં આવી નથી. જેને લઈને ભારતને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું હોવાનું પ્રતિત થાય છે. જોકે થોડા સમય પહેલા માલદીવના રાષ્ટ્રપતિના વિશેષ દૂત જ્યારે ભારત આવ્યાં હતાં ત્યારે તેમણે કહ્યું હતું કે ભારત અમારા માટે સૌથી પહેલા છે. જોકે માલદીવના દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારતને નજરઅંદાજ નથી કરવામાં આવ્યું.

ભારતના સૂત્રોનું પણ કહેવું છે કે અમે પ્રોટોકોલના કારણોસર દૂતને મોકલવાની ઓફર ઠુકરાવી દીધી છે. માલદીવના દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિના દૂતનું પહેલું મુકામ જ ભારત હતું. વિશેષ દૂત નિમવામાં આવેલા વિદેશ મંત્રી મોહમ્મદ આસિમને 8 ફેબ્રુઆરીએ ભારત આવવાનું હતું, પરંતુ ભારતીય નેતૃત્વ તરફથી આ પ્રવાસ રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી.

પ્રોટોકોલના કારણે માલદીવના દૂતને તારીખ ન મળી?

ભારતના વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજનતિક મોકવાનો એક નિર્ધારિત પ્રોટોકોલ હોય છે. અમને દૂત મોકલવાના હેતુની જાણકારી આપવામાં આવી ન હતી. બીજી વાત એ છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ભારતમાં નથી. તેવી જ રીતે વડાપ્રધાન પણ આવતી કાલે વિદેશ પ્રવાસે રવાના થશે. આંતરરાષ્ટ્રિય સમુદાય અને ભારતે જે ચિંતા વ્યક્ત કરી છે, તેના પર કોઈ વાસ્તવિક પગલું જોવા મળ્યું નથી. લોકતાંત્રિક સંસ્થાઓ અને ન્યાયપાલિકાઓને દબાવવામાં આવી રહી છે અને ચિંતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આ મુદ્દાઓને સુયોગ્ય રીતે ઉકેલવાની જરૂર છે.