sun pharma industries launche fluguard favipiravir 200 mg price of rs 35
  • Home
  • Business
  • સન ફાર્મા કંપનીએ ભારતમાં વગાડ્યો ડંકો, માત્ર 35 રૂપિયાની એક ટેબલેટ કોરોના મટાડી દેશે!

સન ફાર્મા કંપનીએ ભારતમાં વગાડ્યો ડંકો, માત્ર 35 રૂપિયાની એક ટેબલેટ કોરોના મટાડી દેશે!

 | 6:53 pm IST

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માએ કરેલી એક શોધથી હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં જો કોઈને જેવો તેવો કે પછી મીડિયમ પ્રકારનો કોરોના હોય તો ચિંતા કરવાં જેવું નથી. એવા દર્દીઓ માટે સન ફાર્માએ સારા સમાચાર આપ્યા છે. Favipiravir 200 mg નામની દવાને ભારતમાં ફ્લૂગાર્ડના નામથી લોન્ચ કરવામાં આવી છે. ફેવિપીરવીર 200 મિલિગ્રામનો ઉપયોગ પણ સારો નીવડ્યો છે. ફ્લુગાર્ડ કંપનીએ એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા નક્કી કરી છે.

આ દવા સૌ પ્રથમ 1990માં જાપાનની એક કંપની દ્વારા બનાવવામાં આવી હતી. રશિયા કહે છે કે તેના વૈજ્ઞાનિકોએ આ દવામાં થોડો ફેરફાર કર્યો છે. આ સાથે રશિયાએ એમ પણ વાત કરી હતી કે, આગામી બે અઠવાડિયામાં કંપની બધી જ જાણકારી આપશે. વૈજ્ઞાનિકો દ્વારા આ દવામાં શું ફેરફાર કરવામાં આવ્યો એ ત્યારે જ બહાર આવશે.

ફાર્માસ્યુટિકલ કંપની હેટોરો લેબ્સે ગયા અઠવાડિયે ‘ફેવિવીર’ બ્રાન્ડ નામથી એન્ટિવાયરલ દવા ફૈવીપિરાવીર ભારતમાં લોન્ચ કરી હતી. કંપનીએ એક ટેબલેટની કિંમત 59 રૂપિયા રાખી છે. આ સિવાય સિપ્લા પણ ટૂંક સમયમાં આ દવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મૂળ જાપાની કંપની ફુજી ફાર્માએ આ દવા તૈયાર કરી છે.

ક્લિનિકલ ટ્રાયલ્સમાં ફૈવીપિરાવીરને પરિણામ પણ સારા મળ્યા છે. આ દવા કોરોનાના નીચા અને મધ્યમ સ્તરની સારવારમાં અસરકારક સાબિત થઈ છે. સીએસઆઈઆરએ દેશમાં ઉપલબ્ધ કેમિકલ્સનો ઉપયોગ કરીને આ દવા માટે એક સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (એપીઆઈ) તૈયાર કરી છે. ત્યારબાદ તેણે દવાના નિર્માણ માટે તે સિપ્લાને આપી દીધો.

મીડિયા અહેવાલો અનુસાર સીએસઆઇઆર એટલે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે આ દવા ઓછી કિંમતે તૈયાર કરી છે. સિપ્લાને આ દવા શરૂ કરવા માટે ડીસીજીઆઈની મંજૂરી મળી છે. સિપ્લા આ દવા ભારતમાં ‘સિપ્લેન્ઝા’ બ્રાન્ડ નામથી લોંચ કરશે. તે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બજારમાં આવશે. આ દવાની કિમંત એક ટેબલેટના 68 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં છે.

આ વીડિયો પણ જુઓ: 15 કિલો ચોકલેટ માંથી બનાવાયું રામ મંદિર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન