India Telecom secretary asks C-DoT to work on 6G
  • Home
  • Business
  • ભારતમાં 6Gની તૈયારીઓ, 1 સેકન્ડમાં જ ડાઉનલોડ થઇ જશે 3800MB ડેટા!

ભારતમાં 6Gની તૈયારીઓ, 1 સેકન્ડમાં જ ડાઉનલોડ થઇ જશે 3800MB ડેટા!

 | 3:23 pm IST
  • Share

  • ભારતે પણ 6G પર કામ કરવાની તૈયારી શરૂ કરી દીધી

  • 5G બાદની પેઢી આ ટેકનોલોજી સ્પીડના મામલામાં ક્રાંતિકારી સાબિત થશે

  • 6G ઇન્ટરનેટથી એક સેકન્ડમાં 3800MB સુધીનો ડેટા ડાઉનલોડ કરી શકાશે

અમેરિકા, દક્ષિણ કોરિયા, અને ચીન જેવે દેશોની બરાબરી કરવા માટે ભારતે પણ 6G પર કામ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. 5G બાદની પેઢી આ ટેકનોલોજી સ્પીડના મામલામાં ક્રાંતિકારી સાબિત થશે. 6G ઇન્ટરનેટથી એક સેકન્ડમાં 3800MB સુધીનો ડેટા ડાઉનલોડ કરી શકાશે.

6G પર કામ શરૂ કરી ચૂકી છે Samsung, LG, Huawei

વૈશ્વિક સ્તર પર જોઇએ તો દક્ષિણ કોરિયાની સેમસંગ અને એલજી તથા ચીનની હુઆવેઇ જેવી કંપનીઓ પહેલેથી જ 6G પર કામ શરૂ કરી ચૂકી છે. ભારત 5G મામલામાં કેટલાંય વર્ષ પાછળ રહ્યા બાદ ભવિષ્યની ટેકનોલોજીમાં પાછળ રહેવા માંગતું નથી.

C-DOTને મળ્યા 6G પર કામ કરવાનો નિર્દેશ

તેને લઇ ટેલિકોમ સચિવ કે.રાજારમણ એ સરકારી શોધ સંસ્થાન C-DOT ને 6G સહિત ભવિષ્યની અન્ય ટેકનોલોજી પર કામ શરૂ કરવાનું કહ્યું છે. સી-ડૉટ એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટ્કિસને ટેકનોલોજીની રેસમાં ભારતને આગળની હરોળમાં ઉભું કરવા માટે બનાવ્યું છે.

અત્યારે ભારતમાં 4Gનો ઉપયોગ થઇ રહ્યો છે. TRAIના આંકડાના આધાર પર રિલાયન્સ જિઓના નેટવર્ક પર સૌથી સારી 4Gની સ્પીડ રેકોર્ડ થઇ છે જે અંદાજે 20 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ છે. તો 5G અંગે કહીએ તો 4Gની તુલનામાં 10 ગણી ડાઉનલોડ સ્પીડ આપી શકે છે. 5G ટેકનોલોજીમાં સ્પેક્ટ્રમની એફિશિઅન્સી પણ વધી જાય છે. એટલે કે નેટવર્ક સારું મળે છે. તો 6Gની વાત કરીએ તો તેમાં ઇન્ટરનેટ સ્પીડ 5G કરતાં બે ગણી વધુ હશે.

ટ્રાયલમાં 5Gએ 20 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધીની સ્પીડ આપી છે. જો કે ભારતમાં હજુ કોઇ કંપની આ સ્તર પર પહોંચી શકી નથી. દેશમાં થયેલા ટ્રાયલમાં વોડાફોન આઇડિયા એ 5Gની સૌથી સારી સ્પીડ રેકોર્ડ કરી છે. જે 3.7 ગીગબાઇટ પ્રતિ સેકન્ડ છે.

ઇન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ લાવી દેશે 6G

6Gમાં ખાસિયત એ હશે કે 40 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધીની ડાઉનલોડ સ્પીડ મળવાનો અંદાજો છે. જો આ સ્પીડ મળી તો તમે સેકન્ડમાં 3800 MBની ફાઇલ ડાઉનલોડ કરી શકશો. તેની તુલનામાં અત્યારે 4G ઇન્ટરનેટ પર તમને આટલી મોટી ફાઇલ ડાઉનલોડ કરવામાં 25 મિનિટ સુધીનો સમય લાગી શકે છે.

2028-30 સુધીમાં સામાન્ય લોકોની પાસે પહોંચશે 6G

ભારતમાં 5Gની વ્યાવસાયિક લોન્ચિંગ ચાલુ નાણાંકીય વર્ષમાં થઇ જવાની શકયતા છે. કેટલીય સ્માર્ટફોન કંપનીઓ પહેલાં જ 5G ડાઉનલોડ ફોન લોન્ચ કરી ચૂકયું છે. જ્યાં સુધી 6Gની વાત છે તો સામાન્ય યુઝર્સ માટે 2028-30 સુધીમાં તેને ઉપલબ્ધ કરવાની વાત કરાય રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો