India To Buy 83 Tejas Light Combat Aircraft For 48,000 Crore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાફેલ બાદ ભારતીય વાયુસેનાને મળશે સ્વદેશી હવાઈ યોદ્ધો તેજસ, 83 યુદ્ધ વિમાનને મંજુરી

રાફેલ બાદ ભારતીય વાયુસેનાને મળશે સ્વદેશી હવાઈ યોદ્ધો તેજસ, 83 યુદ્ધ વિમાનને મંજુરી

 | 7:04 pm IST
  • Share

ફ્રાંસથી મળેલા અતિ ઘાતક એવા રાફેલ યુદ્ધ વિમાન (Rafale Fighter Jets) બાદ ભારતીય વાયુસેના (Indian Air Force) ને ટુંક સમયમાં જ વધુ 83 સ્વદેશી તેજસ વિમાનો (Tejas Fighter Jets) મળવા જઈ રહ્યાં છે. 83 તેજ વિમાનો માટે 48 હજાર કરોડ રૂપિયાની ડિલ કરવામાં આવી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) તરફથી આ ડીલને મંજુરી પણ મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં CCSએ આ સમજુતિને મંજુરી આપી દીધી છે.

આ સમજુતિને લઈને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું હતું કે, વાયુસેનાને શક્તિશાળી બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો ચે. રાજનાથ સિંહે કહ્યું હતું કે, આ સમજુતિ સંરક્ષણ ક્ષેત્રે ગેમ ચેંજર સાબિત થશે.

તેજસ યુદ્ધ વિમાન સ્વદેશી બનાવટનું છે. તે હવાથી હવામાં અને હવાથી જમીન પર મિસાઈલ પ્રહાર કરી શકે છે. આ વિમાનમાં એંટિશિપ મિસાઈલ, બોમ્બ અને રોકેટ પણ લગાવવામાં આવી શકે છે. યેજસ 42 ટકા કાર્બન ફાઈબર, 43 ટકા એલ્યૂમિનિયમ એલોય અને ટાઈટેનિયમથી બનાવવામાં આવ્યું છે. તેજસ્વ સ્વદેશી અને ચોથી પેઢીનું ટેલલેસ કંપાઉંડ ડેલ્ટા વિંગ વિમાન છે. આ ચોથી પેઢીના સુપરસોનિક યુદ્ધ વિમાનોમાં સૌથી હળવા વજનનું છે. તેજસને ભારતીય વાયુસેનાએ પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન સામે તૈનાત કરવામાં આવ્યું છે.

તેજસ વિમાનની સમજુતિને લઈને રાજનાથ સિંહે કહ્યું હતું કે, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ પહેલાથીજ પોતાના નાસિક અને બેંગલુરૂ ડિવિઝનમાં બીજી શ્રેણીના વિમાનોને વધારે અધ્યતન બનાવવામાં આવી રહ્યાં છે. HAL એલસીએ MK-1A ઉત્પાદનોને ભારતીય વાયુસેનામાં શામેલ કરાશે. આ નિર્ણયથી નોકરીઓની તકો પણ ઉભી થશે તેમ સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું.

રાજનાહ સિંહના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીની અદ્યક્ષતા હેઠળની CCSએ આજે ઐતિહાસિક રૂપે સૌથી મોટી રક્ષા સમજુતિને લીલી ઝંડી આપી દીધી છે. આ સમજુતિ 48 હજાર કરોડ રૂપિયાની છે. તેનાથી આપણી વાયુસેનાની તાકાતમાં ભારે વધારો થશે. આ ડિલ ગેમચેંજર સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન