India to Import Oil From US And Saudi Arabia
  • Home
  • Business
  • ઈરાનથી ઓઈલની આયાત પર પ્રતિબંધ બાદ ઈન્ડિયન ઓઈલે આ દેશ સાથે કર્યા કરાર

ઈરાનથી ઓઈલની આયાત પર પ્રતિબંધ બાદ ઈન્ડિયન ઓઈલે આ દેશ સાથે કર્યા કરાર

 | 8:56 pm IST

ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ લાગ્યા બાદ ઈન્ડિયન ઓઈલે તેલની આપૂર્તિ માટે અમેરિકા સાથે કરાર કર્યા છે. આ ઉપરાંત કંપનીએ સાઉદી અરબ સાથે વધારે માત્રામાં ઓઈલ ખરીદ્યું છે. ઈન્ડિયન ઓઈલના સીનિયર અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

અમેરિકા દ્વારા લગાવેલાં પ્રતિબંધો પહેલાં ઈરાન ભારતની તેલ જરૂરતના 10 ટકાથી વધારેની આપૂર્તિ કરતો હતો. આઈઓસીના ચેરમેને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, અમે તેલ આપૂર્તિ માટે વૈકલ્પિક સ્ત્રોતો સાથે કરાર કર્યા છે. જેટલું તેલ અમને મળવાનું બંધ થયું છે, કોઈ એક દેશ તેની આપૂર્તિ કરી શકતો નથી, અને એટલાં માટે સ્ત્રોતોમાં અમે વિવિધતા લઈ રહ્યા છીએ. અમારી પાસે ઈરાનથી આવતાં તેલની આપૂર્તિ માટે ઘણાં સ્ત્રોત છે.

ભારતે ગત વર્ષે ઈરાન પાસેથી અંદાજે 24 મિલિયન ટન કાચું તેલ ખરીદ્યું હતું. અમેરિકા દ્વારા ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ આઈઓસી અને અન્ય ભારતીય રિફાઈનરીઓએ ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. જે બાદ આઈઓસીએ સાઉદી અરબ પાસેથી વધારે માત્રામાં તેલ ખરીદ્યું છે. તો અમેરિકાના બે આપૂર્તિકર્તાઓ સાથે પણ કરાર કર્યા છે.

આઈઓસીના નિર્દેશન એ.કે.શર્માએ કહ્યું કે, કંપનીનો સાઉદી અરબ પાસેથી વાર્ષિત 5.6 મિલિયન ટન કાચું તેલ ખરીદવાનો કરાર છે. આ ઉપરાંત કંપની પાસે 2 મિલિયન ટન તેલ વધારે આયાત કરવાનો વિકલ્પ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન