India top source of Covid-19 misinformation on social media: Study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોશિયલ મીડિયા પર કોરોનાની ખોટી માહિતી ફેલાવવામાં ભારતીયો અવ્વલ

સોશિયલ મીડિયા પર કોરોનાની ખોટી માહિતી ફેલાવવામાં ભારતીયો અવ્વલ

 | 7:00 am IST
  • Share

ખોટી માહિતીનો ભોગ બનવામાં પણ ભારતીયો વિશ્વમાં નંબર વન

સોશિયલ મીડિયામાં ૮૪.૯૪ ટકા માહિતી ખોટી પુરવાર

કોરોના વિશે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી પ્રસરાવવા અંગેના ૧૩૮ દેશોના તાજેતરના અભ્યાસમાં આખા વિશ્વમાં ૧૮.૦૭ ટકા ખોટી માહિતી સાથે ભારત નંબર વન સાબિત થયું છે. તેનું કારણ ભારતના લોકો ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ સક્રિય રહેતા હોવાનું, સોશિયલ મીડિયા પર વધારે પડતો આધાર રાખતા હોવાનું અને ઈન્ટરનેટ વિશે પૂરી જાણકારી ન હોવાનું જાણવા મળ્યું છે.

અભ્યાસમાં ૧૩૮ દેશોના ખોટી માહિતી આપતા ૯,૬૫૭ નમૂનાના અભ્યાસ અને પૃથક્કરણ કરવામાં આવ્યાં છે. દરેક નમૂનાની ખરી હકીકતની વિવિધ દેશોના ૯૪ સંગઠનો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેથી સમજી શકાય કે સોશિયલ મીડિયા પર કેટલી ખોટી માહિતી પ્રવર્તી રહી છે અને તે માહિતી કયા કયા સોર્સથી મૂકવામાં આવી છે.

ખોટી માહિતીનો ભોગ બનવામાં પણ ભારત ટોચના ક્રમે આવ્યું છે. ભારતમાં ૧૫.૯૪ ટકા લોકો, અમેરિકામાં ૯.૭૪ ટકા લોકો, બ્રાઝિલમાં ૮.૫૭ ટકા લોકો અને સ્પેનમાં ૮.૦૩ ટકા લોકો ખોટી માહિતીનો ભોગ બન્યા છે. અભ્યાસમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે કોરોના મહામારીની કારમી સ્થિતિના કારણે તેના વિશે સૌથી વધુ ખોટી માહિતી પ્રસરતી રહી છે.

૧૩૮ દેશોના સોશિયલ મીડિયામાં મુકાયેલી તમામ પોસ્ટસની ચકાસણી કરતાં ૮૪.૯૪ ટકા પોસ્ટ ખોટી જણાઈ છે અને ઈન્ટરનેટ ઉપર મુકાયેલી માહિતીની તપાસ કરતાં ૯૦.૫ ટકા માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું છે. ફેસબૂક ઉપરની ૬૬.૮૭ ટકા પોસ્ટ ખોટી માહિતી આપતી જણાઈ છે.

‘પ્રિવેલન્સ એન્ડ સોર્સ એનાલિસિસ ઓફ કોવિડ-૧૯ મિસઈન્ફર્મેશન ઈન ૧૩૮ કન્ટ્રીઝ’ નામનો આ અહેવાલ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઈબ્રેરી એસોસિયેશન્સ એન્ડ ઇન્સ્ટિીટયૂશન્સના જીટ્વખ્તી’જ નામના જર્નલમાં આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં પ્રસાર કરવામાં આવતી ખોટી માહિતી અંગે ચિંતા વ્યક્ત કરતાં વિશ્વના દરેક નાગરિકને અપીલ કરી છે કે દરેક માહિતીને બરાબર ચકાસ્યા પછી જ તેની ઉપર વિશ્વાસ મૂકો. ખોટી માહિતીનો પ્રસાર અટકાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ‘સ્ટોપ ધી સ્પ્રેડ’ (પ્રસાર અટકાવો) અભિયાન ચલાવી જ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો