ઑસ્ટ્રેલિયા પ્રવાસ અને વર્લ્ડ કપ 2019 માટે ભારતનો છે આ 'માસ્ટર પ્લાન' - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઑસ્ટ્રેલિયા પ્રવાસ અને વર્લ્ડ કપ 2019 માટે ભારતનો છે આ ‘માસ્ટર પ્લાન’

ઑસ્ટ્રેલિયા પ્રવાસ અને વર્લ્ડ કપ 2019 માટે ભારતનો છે આ ‘માસ્ટર પ્લાન’

 | 7:16 pm IST

આજે ભારતીય ટીમ એક એવા સમયથી પસાર થઇ રહી છે, જ્યાપે તેની પાસે મજબૂત બેંચ સ્ટ્રેંથ છે. સાથે જ આજના સમયમાં જે ઝડપથી ક્રિકેટ રમાઇ રહી છે, કોઇ પણ ખેલાડી માટે આ પ્રતિસ્પર્ધિ સમયમાં ફિટ રહેવુ ખુબ જ પડકાર જનક છે. આ જ કારણ છે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA) પણ આ માટે યોજના બનાવી છે. ટીમ મેનેજમેન્ટે અને સીઓએ એ એક બેઠક કરી હતી, જેમા કોચ, કેપ્ટન અને પસંદગીકર્તા સહિત રોહિત શર્મા પણ સામેલ રહ્યો હતો. આ બેઠકમાં આગામી ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસ અને ક્રિકેટ વર્લ્ડ કપને લઇ ચર્ચા કરવામાં આવી. સૂત્રો અનુસાર, આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, મહત્વપૂર્ણ પ્રવાસને જોતા મુખ્ય ખેલાડીને આરામ આપવામાં આવે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવે.

નોંધનિય છે કે, ભારત આ વર્ષે બે મહત્લપૂર્ણ સિરીઝ સાઉથ આફ્રીકા અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ હારી ચૂકી છે. જોકે, બંન્ને જ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે વિપક્ષી ટીમોને ટક્કર આપી. હવે ભારતીય ટીમ મેનેજમેન્ટના પ્રયત્ન છે કે, ભારતીય ટીમ આગામી ઓસ્ટ્રેલિયા સિરીધમાં જીત હાંસલ કરે. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મીથ અને વોર્નરની ગેરહાજરીમાં થોડી કમજોર દેખાઇ રહી છે. આવામાં ભારતીય ટીમ પાસે ડિસેમ્બરમાં થનાર ટેસ્ટ સિરીઝમાં ઇતિહાસ બનાવવાનો મોકો હશે.

વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતીય ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે, વર્લ્ડ કપ સુધી ટીમના ખેલાડીઓને ઇજાથી બચાવવામાં આવે, જેના માટે મેનેજમેન્ટ રોટેશન પ્રણાલી અપનાવવા જઇ રહી છે, જે અંતર્ગત કેટલીક સિરીઝમાં ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.

ખાસ કરીને બોલરોને લઇ ટીમ મેનેજમેન્ટ ખુબ જ સતર્ક છે. ભારતીય ટીમની કોશિશ છે કે, પોતાના મુખ્ય ઝડપી બોલરો જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સમીને રોટેટ કરવામાં આવે અને હાલાની સિરીઝોમાં આ જોવા પણ મળ્યું છે. આમ કેપ્ટન વિરાટ કોહલીને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ તેણે વાપસી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન