India tour of England 5th test match from today Team india
  • Home
  • Sports
  • Cricket
  • સીરીઝ ગુમાવ્યા પછી ભારત પાસે શાખ બચાવવા માટે આજથી પાંચમી ટેસ્ટ

સીરીઝ ગુમાવ્યા પછી ભારત પાસે શાખ બચાવવા માટે આજથી પાંચમી ટેસ્ટ

 | 1:07 am IST

ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડે ૩-૧ની અજેય સરસાઈ મેળવી લીધી છે જેને કારણે આજથી ઓવલમાં શરૂ થઈ રહેલી સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પચારિક બની ગઈ છે પરંતુ ફરી એક વખત સિરીઝ ગુમાવ્યા બાદ નિરાશ ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવી સકારાત્મક રીતે ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ કરવા ઊતરશે જ્યારે ઇંગ્લેન્ડની નજર પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકને વિજયી વિદાય આપવા પર રહેશે.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન ફરી બદલાય તેવી શકત્યતા છે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે પૃથ્વી શોને સામેલ કરાયો છે જેને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં સ્થાન અપાયું નહોતું પરંતુ લોકેશ રાહુલના નબળા દેખાવને કારણે પાંચમી ટેસ્ટ મેચમાં પૃથ્વી શોને ઓપનર તરીકે સ્થાન મળે તેવી શક્યતા છે.  આ ઉપરાંત ભારત પોતાના નીચેના ક્રમ અને બોલિંગમાં બદલાવ કરે તેવી શક્યતા છે. હાર્દિક પંડયા ફરી એક વખત રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો જેને કારણે ટીમ મેનેજમેન્ટ હનુમા વિહારીને તક આપી શકે છે. જે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉપરાંત પ્રભાવી સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

બીજી તરફ ઇંગ્લેન્ડ માટે આ ટેસ્ટ ભાવનાત્મકરીતે વધુ મહત્ત્વની છે. તેના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પૈકી એક એલેસ્ટર કૂક અંતિમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે અને આ સાથે જ શ્રીલંકા પ્રવાસ માટે ટીમની ઓપનિંગ જોડીની શોધ શરૂ થઈ જશે. કૂકે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પસંદગીકારોએ પાંચમી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ બદલાવ ન કરતાં પસંદગીકારોએ નિષ્ફળ રહેલા બીજા ઓપનર કીટોન જેનિંગ્સ પર ભરોંસો રાખ્યો છે.