India-Us Looking To Co-Develop Small Air Launch Uavs : Pentagon
  • Home
  • Featured
  • દુશ્મનો સાવધાન! ભારત-અમેરિકાએ મળીને તૈયાર કર્યો ‘સ્પેશિયલ પ્લાન’

દુશ્મનો સાવધાન! ભારત-અમેરિકાએ મળીને તૈયાર કર્યો ‘સ્પેશિયલ પ્લાન’

 | 4:03 pm IST

ભારત અને અમેરિકાએ વિમાનની દેખરેખની સાથો સાથ નાના માનવરહિત વિમાનો અને વજનમાં હળવા અને નાના શસ્ત્રો બનાવવાની ટેક્નોલોજીને લગતી પરિયોજનાને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ માટે નિર્ધારીત કર્યા છે. પેંટાગોનના એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી હતી. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશોના રક્ષા અધિકારીઓએ તાજેતરમાં અહીં સંરક્ષણ ટેક્નોલોજી અને વ્યાપારની પહેલ કરી હતી.

ભારત અમેરિકા (ડીટીટીઆઈ)ની બેઠકમાં બંને દેશોમાં ઉદ્યોગો સાથે કામ કરવા અને આગામી પેઢીની ટેક્નોલોજી વિકશીત કરવા માટે પ્રોત્સાહીત કરવા પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે.

‘એક્વિઝીશન એડ સસ્ટેનમેંટ’ માટે અમેરિકાની સહાયક રક્ષા મંત્રી એલન લોર્ડે શુક્રવારે પેંટાગોનમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, અમે જે એક પરિયોજનાઓ પર વિચાર કરી રહ્યાં છીએ, તે નાના માનવરહિત વિમાનોને લઈને છે. લોર્ડે સંરક્ષણ ઉત્પાદન સચિવ અજય કુમાર સાથે બેઠકની સહ અધ્યક્ષતા પણ કરી હતી.

ડ્રોનને લઈને મુખ્યરૂપે વાતચીત અમેરિકી વાયુસેના પ્રયોગશાળા અને ભારતના સંરક્ષણ અનુસંધાન તથા વિકાસ સંગઠન વચ્ચે થઈ રહી છે. બંને પક્ષો એપ્રિલમાં ટેક્નોલોજી સંબંધી દસ્તાવેજો તૈયાર કરશે.

તેમને જણાવ્યું હતું કે, અમે સપ્ટેમ્બરમાં આ પરિયોજના પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતું કે, આ સહ વિકાસમાં ભારતીય ઉઓદ્યોગોને શામેલ કરવાની શક્યતા છે.

લોર્ડે જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે અમેરિકી અને ભારતીય ટેક્નિકને સાથે રાખીને તેમને યુદ્ધ લડવાની ક્ષમતા તરીકે વિકસિત કરવામાં આવે જેનો પ્રયોગ ભાર્ત અને અમેરિકા બંને કરી શકે. જેનાથી અમેરિકા અને ભારત એમ બંનેને લાભ થશે. આગામી બેઠક સપ્ટેમ્બરમાં ભારતમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન