India vs Australia, 1st Test: આ કેચ જોઈને કરોડો ભારતીયોના દિલ તૂટ્યા, વીડિયો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • India vs Australia, 1st Test: આ કેચ જોઈને કરોડો ભારતીયોના દિલ તૂટ્યા, વીડિયો

India vs Australia, 1st Test: આ કેચ જોઈને કરોડો ભારતીયોના દિલ તૂટ્યા, વીડિયો

 | 12:39 pm IST

એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય ઈનિંગ લડખડાઈ ગઈ. ચેતેશ્વર પુજારા ઉપરાંત ભારતીય બેટ્સમેન કાંગારૂ બોલર્સ આગળ બધી જ રીતે બેકફૂટ પર જોવા મળ્યા પરંતુ ભારતીય ફેન્સ ત્યારે સૌથી વધારે નિરાશ થઈ ગયા જ્યારે કેપ્ટન વિરાટ કોહલી આઉટ થઈ ગયા. એડિલેડનો મેદાન વિરાટ કોહલીનો પસંદગીનું મેદાન રહ્યું છે જ્યાં તેની એવરેજ 98.50ની છે. કોહલી પોતાના આ ફેવરેટ મેદાન પર આઉટ તો થયો પરંતુ તેમાં સૌથી મોટી ભૂમિકા ઉષ્માન ખ્વાજાના રહા જેમને ખુબ જ શાનદાર કેચ પકડીને કોહલીને માત્ર 03 રનના સ્કોર પર પેવેલિયન વાપસ મોકલી દીધો.

ભારતના બંને ઓપનિર બેટ્સમેન કેએલ રાહુલ અને મુરલી વિજયના આઉટ થયા બાદ ક્રિઝ પર આવ્યા બાદ કોહલી સારા કોન્ફિડન્સમાં જોવા મળી રહ્યાં હતા. 11મી ઓવરમાં પેટ કમિન્સની બહાર જઈ રહેલી ફુલ લેંગ્થ ડિલિવરી પર કોહલીએ ડ્રાઈવ લગાવવાની કોશિષ કરી. કોહલીનો શોર્ટ હવામાં ગયો અને સ્લિપમાં ફિલ્ડર્સની સાથે-સાથે ગલીમાં ઉભેલા ઉષ્માન ખ્વાજાથી દૂર જઈ રહ્યો હતો પરંતુ ખ્વાજાએ પોતાની ડાબી બાજુથી શાનદાર ડાઈવ લગાવીને એક હાથથી કેચ પકડીને પોતાની ટીમને ખુબ જ કિંમતી વિકેટ અપાવી દીધી જેની અસર આખી સિરીઝ પર પડી શકે છે.