IND Vs AUS: આ વર્ષે ચોથી વખત બે આંકડા સુધી પહોંચી ન શક્યો 'વિરાટ' કોહલી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IND Vs AUS: આ વર્ષે ચોથી વખત બે આંકડા સુધી પહોંચી ન શક્યો ‘વિરાટ’ કોહલી

IND Vs AUS: આ વર્ષે ચોથી વખત બે આંકડા સુધી પહોંચી ન શક્યો ‘વિરાટ’ કોહલી

 | 5:18 pm IST

આ વર્ષે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વરસાદની જેમ રન વરસાવ્યા. ઈંગ્લેન્ડની ખતરનાક પિચો ઉપર આખી ટીમ નત:મસ્તક થઈ રહી હતી, ત્યાં કેપ્ટન કોહલીનો બલ્લો શાંત રહ્યો નહતો. પાંચ ટેસ્ટ મેચોમાં તેમને પોતાની બેટિંગથી ટીમને સંભાળવાની કોશિષ કરી હતી. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 3 રન બનાવ્યા હતા, પરંતુ ખ્વાજાએ કોહલીનો જે કેચ પકડ્યો હતો તે કાબિલે તારીફ હતો. જોકે, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો. સૌથી પહેલા કેપ ટાઉનમાં પ્રથમ ઈનિંગમાં 5 રન, સેન્ચુરિયન ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ જ બનાવી શક્યો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ધ ઓવલ ટેસ્ટમાં તો કેપ્ટન વિરાટ પોતાનું ખાતુ જ ખોલી શક્યો નહતો. હવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે આંકડાઓને સ્પર્શી શક્યો નહતો.

એડિલેટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી અને 86 રને જ પાંચ ખેલાડીઓ પેવેલિયન ફરત ફરી ચૂક્યા હતા. જોકે, ચેતેશ્વર પૂજારાએ ઈનિંગને સંભાળી અને શાનદાર સદી ફટકારીને ટીમના સ્કોરને 250 રને પહોંચાડી દીધો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે નવ વિકેટના નુકશાને 250 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમી 6 રન બનાવીને રમી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે આ પ્રવાસથી પહેલા વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં કોહલીએ 139 રન અને બીજી ટેસ્ટમાં 45 રનની ઈનિંગ રમી હતી. આનાથી પહેલા ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટમાં 149 રન અને 51 રનની ઈનિંગ, બીજી ટેસ્ટમાં 23 અને 17 રન, ત્રીજી ટેસ્ટમાં 97 અને 103 રનની ઈનિંગ, ચોથી ટેસ્ટમાં 46 અને 58 રનની ઈનિંગ, પાંચમી ટેસ્ટમાં 46 અને બીજી ઈનિંગમાં ડક થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન