ઓસ્ટ્રેલિયા માટે ભારત પ્રવાસ મુશ્કેલ બની રહેશે : મેક્ગ્રા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયા માટે ભારત પ્રવાસ મુશ્કેલ બની રહેશે : મેક્ગ્રા

ઓસ્ટ્રેલિયા માટે ભારત પ્રવાસ મુશ્કેલ બની રહેશે : મેક્ગ્રા

 | 9:58 pm IST
  • Share

ઓસ્ટ્રેલિયા ટીમને શ્રીલંકા સામેની વર્તમાન સિરીઝમાં સ્પિનરો સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર મેક્ગ્રાએ કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયા ટીમ સ્પિનરો સામે રમવાની પોતાની કમજોરીનો તોડ નહીં શોધે તો આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતપ્રવાસ દરમિયાન તેઓને મુશ્કેલી પડી શકે તેમ છે.

શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો ૦-૩થી પરાજય થયો હતો. આ ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાને સ્પિનરોનો સામનો કરવા માટે મુશ્કેલી પડી રહી હતી. મેકગ્રાએ કહ્યું કે, શ્રીલંકા સામે ઓસી. બેટ્સમેનો રક્ષણાત્મક જોવા મળી રહ્યા હતા અને તેઓ માત્ર વિકેટ બચાવવાનો પ્રયાસ કરતા હતા. ઓસ્ટ્રેલિયાએ રન બનાવવાના ઉદ્દેશ્યથી બેટિંગ કરવી પડશે.

ચાર દિવસીય ટેસ્ટનો બીસીસીઆઈ દ્વારા વિરોધ
આઈસીસી દ્વારા ચાર દિવસીય ટેસ્ટ મેચ અને ટુ ટિયર ટેસ્ટ સિસ્ટમને બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે નકાર્યો છે. ઠાકુરે કહ્યું કે, ક્રિકેટના સૌથી મોટા ફોરમેટમાં લોકોની ઘટતી રુચિને વધારવા માટે આ યોગ્ય ઉકેલ નથી. ભારતમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે ઠાકુરે કહ્યું કે, અમને ભારતમાં આંતરરાષ્ટ્રીય ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાને લઈ કોઈ ઉતાવળ નથી.

અમે આ પહેલાં વર્તમાનમાં ચાલી રહેલી દુલીપ ટ્રોફીમાં ટ્રાયલ તરીકે પિંક બોલનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં કેવી સફળતા મળે છે તે પછી આગળ વિચાર કરીશું. ભારતની વાત છે તો અમે ઘરઆંગણે ૧૩ ટેસ્ટ મેચ રમવાના છીએ અને ચાર ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડીઝમાં રમી ચૂક્યા છીએ. આમ, એક સિઝનમાં અમે ૧૭ ટેસ્ટ મેચ રમીશું જે ઘણી વધારે કહેવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો