IND vs AUS: ત્રીજી ટેસ્ટ થઈ ડ્રો, રાંચીમાં રવિન્દ્ર જાડેજા- ચેતેશ્વર પુજારા રહ્યાં હિરો

1649

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ઈન્ડિયાને મેચ જીતવા માટે છેલ્લા દિવસે 8 વિકેટ લેવાની હતી. પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડસકોમ્બે મળીને ઓસ્ટ્રેલિયાને હારમાંથી ઉગારી લીધી હતી. છેલ્લા દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા હતા. મેજબાન ટીમ માટે રવિન્દ્ર જાડેજાએ બંને ઈનિંગમાં 09 વિકેટ ઝડપી હતી. જ્યારે ચેતેશ્વર પુજારાએ બેવડી સદી ફટકારી હતી. આ પહેલા ભારતે પહેલી ઈનિંગ 603/9 રન પર ડિક્લેર કરીને 152 રનની લીડ આપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 451 રન બનાવ્યા હતા.

ઈશાંત શર્માએ ભારતને ત્રીજી સફળતા અપાવતા મેટ રેનશોને 15 રને પેવેલિયન મોકલી દીધો હતો. તે પછી તરત જાડેજાએ ભારતને મોટી સફળતા અપાવતા સ્મિથને 21 રને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. તેની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 63 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે ઉપરાંત જાડેજાની ખાતામાં ત્રણ વિકેટ જોડાઈ ગઈ હતી. જાડેજાએ નાથન લિયોન, વોર્નર અને સ્મિથને ક્લિન બોલ્ડ કર્યા હતા.

ચોથા દિવસના રમતના છેલ્લા બોલે રવિન્દ્ર જાડેજાએ નાથન લિયોનને ક્લિન બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ફટકા આપી દીધો હતો. લિયોનને 02 રને પેવેલિયન મોકલી દીધો હતો.

ઓસ્ટ્રેલિયાએ આપેલા 451 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસના અંત સુધીમાં 6 વિકેટ ગુમાવીને 360 રન બનાવી લીધા હતા. હાલમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 603 રન બનાવી લીધા છે. રાંચી ટેસ્ટના ચોથા દિવસે  રવિન્દ્ર જાડેજા 54 અને ઈશાંત શર્મા 00 રને અણનમ રહ્યા હતા. વિરાટ કોહલીએ ભારતના 600 રન પૂરા થતાની સાથે જ ઈનિંગ ડિક્લેર કરવાની જાહેરાત કરી દીધી હતી.