india vs australia david warner dancing on butta bomma
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: ડેવિડ વોર્નરે ચાલુ ફિલ્ડીંગમાં કર્યો ભારતીય ગીત પર ડાન્સ, જોવા માટે ચાહકો ઉમટી પડ્યાં

VIDEO: ડેવિડ વોર્નરે ચાલુ ફિલ્ડીંગમાં કર્યો ભારતીય ગીત પર ડાન્સ, જોવા માટે ચાહકો ઉમટી પડ્યાં

 | 10:32 pm IST
  • Share

ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નર(David Warner) તેની શાનદાર બેટિંગની સાથે સાથે ભારતના ગીતના પણ પ્રશંસક છે. આને કારણે ભારતમાં પણ વોર્નર(David Warner)ની સારું ફેન ફોલોઇંગ છે. લોકડાઉન દરમિયાન વોર્નરે હિન્દી અને દક્ષિણ ભારતીય ગીતો પર પરફોર્મન્સ કર્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે. ઘણી વીડિયોમાં તે ભારતીય ગીતો પર થીરકતો જોવા મળ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા(India Vs Australia) વચ્ચેની મેચમાં ડેવિડ વોર્નર દક્ષિણ ભારતીય ગીત ‘બુટ્ટા બોમ્મા'(Butta Bomma) પર પણ નાચતો જોવા મળ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડેવિડ વોર્નરે લોકપ્રિય તેલુગુ ગીત ‘બુટ્ટા બોમ્મા’ પર ડાન્સ કર્યો હતો. તેમનો ડાન્સ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને જોવા ભારતીય ચાહકો ઉમટી પડ્યાં હતા. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન