india vs australia Former cricketer vvs laxman critic virat kohli
  • Home
  • Sports
  • Cricket
  • કોહલી પર લક્ષ્મણનો વાર- ‘આવું કરતા પહેલા સામેવાળી ટીમ કેવી છે તે તો જોવું હતું’

કોહલી પર લક્ષ્મણનો વાર- ‘આવું કરતા પહેલા સામેવાળી ટીમ કેવી છે તે તો જોવું હતું’

 | 2:06 pm IST

મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ વન-ડે મેચમાં નંબર ત્રણના સ્થાને નંબર ચાર પર બેટિંગ કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી પોતાના પ્રસંશકોની સાથોસાથ દિગ્ગજ ક્રિકેટરોના નિશાના પર પણ આવી ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન-ડેમા કોહલી માત્ર 16 રન બનાવી શક્યો હતો અને આ મુકાબલામાં ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાનાં સલામી બેટ્સમેન એરોન ફિંચ અને ડેવિડ વોર્નરએ શતકીય ઇનિંગ રમી પોતાની ટીમને એકદર સરળ જીત અપાવી દીધી હતી અને ઓસ્ટ્રેલિયાઇ ટીમ ત્રણ વન-ડે મેચોની સિરીઝમાં 1-0થી આગળ આવી ગઇ છે.

મેચ પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીવીએસ લક્ષ્મણએ કહ્યું કે કોહલીનું નંબર ચાર પર બેટિંગ કરવા આવવું સફળ થઇ શક્યુ નહી. ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને વધારેમાં વધારે બોલ રમવા જોઇએ. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ યોજના કામ કરી રહી છે. સચિન તેંદુલકર દુનિયાનાં સૌથી મહાન બેટ્સમેન હતાં, પરંતુ તેમને ક્યારેય નંબર ચાર પર બેટિંગ કરવું પસંદ આવ્યું નથી. તમે ઇચ્છો છો કે તમારો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વધારે બોલ રમે અને મુકાબલાને પૂર્ણ કરે, ખાસ કરીને દુનિયાની સૌથી સારી ટીમ વિરૂદ્ધ. તેના અનુસાર બેટિંગમાં બદલાવનો પ્રયોગ કરવાથી પહેલા સામે વાળી ટીમને જોવી પડે. ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે કોઇ પણ પ્રયાગ કરવાની હિમ્મત નથી કરતું.

લક્ષ્મણે વધુમાં કહ્યું કે જાણીએ છીએ કે કોહલી કેએલ રાહુલની ફોર્મને જોતા તેને ટીમમાં ઇચ્છે છે, ત્યાં અનુભવને જોતા શિખર ધવનને પણ રમાડવા માંગતો હતો. પરંતુ વન-ડેમાં નંબર ચાર પર રાહુલ રમી શકે છે. કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરે અને મેચને ચેજ કરતા પૂર્ણ કરે. ત્યાં જ લક્ષ્મણ સાથે મૈથ્યૂ હેડનએ કહ્યું કે, કોઇ નંબર ત્રણ પર 10 હજારથી વધુ રન બનાવી લે છે તો તેને તે જ નંબર પર બેટિંગ કરવી જોઇએ.

આ વીડિયો પણ જુઓ : સુરતના સરથાણામાં કાર ચાલકે દંપતીને લીધું અડફેટે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન