જ્યારે ઋષભ પંતના કારણે રોકી દેવામા આવી ટીવી પર કોમેન્ટ્રી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • જ્યારે ઋષભ પંતના કારણે રોકી દેવામા આવી ટીવી પર કોમેન્ટ્રી

જ્યારે ઋષભ પંતના કારણે રોકી દેવામા આવી ટીવી પર કોમેન્ટ્રી

 | 2:36 pm IST

ઈન્ડિયા વર્સેજ ઓસ્ટ્રેલિયા. એડિલેડ ટેસ્ટ ઈન્ડિયાએ 31 રનથી જીતી લીધી. ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ મળી. તેમને પોતાની પ્રથમ ઈનિંગમાં સેન્ચ્યુરી ફટકારી જેની મદદથી ઈન્ડિયા 200 પાર પહોંચીને 250 સુધી જઈ શકી. બીજી ઈનિંગ્સમાં પણ પુજારાએ હાફ સેન્ચ્યુરી ફટકારી. આ ઈનિંગમાં રાહુલ દ્રવિડની એડિલેડમાં જ રમાયેલી ઈનિંગ્સની ઝલક જોવા મળી રહી હતી, જેને એકલા હાથે જ ઈન્ડિયાને ટેસ્ટ મેચ જીતાડી દીધી હતી.

ખેર, આ બધી વાતો પાછળ સ્ટમ્પ પાછળ એક અલગ જ સ્ટોરી ચાલી રહી હતી. આ સ્ટોરી ઓસ્ટ્રેલિયાનને તેની જ દવાનો સ્વાદ આપી રહી હતી. ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ દરેક બેટ-બોલ ઉપરાંત મોઢાથી પણ કડક ક્રિકેટ રમતા આવ્યા છે. કેટલાક કિસ્સા છે, જે ક્રિકેટની લગભગ દરેક પુસ્તકમાં ઓસ્ટ્રેલિયાનો ઉલ્લેખ આવ્યા વગર રહે નહી. આને લઈને તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર એક એટલો મોટો કંલક પણ લાગી ગયો છે જે પાછલા ઘણા વર્ષો સુધી પૂછાશે નહી. આ મેચમાં ઋષભ પંતનો ખાસ ઉલ્લેખ થશે કેમ કે, આખી મેચ દરમિયાન તેને પોતાનું મોઢૂ બંધ રાખ્યું જ નહતું. વિકેટ્સ પાછળ ઋષભ પંત સતત બોલી રહ્યો હતો. બેટિંગ કરવા માટે પેટ કમિન્સ રમી રહ્યો હતો અને પંત સતત તેમના કાનમાં શોર-શરાબો કરે જતો હતો. યાદ રહે કે, આ બંને ખેલાડી આઈપીએલમાં દિલ્હી માટે રમે છે.

ટીવી ઈતિહાસમાં આવું ઘણું ઓછી વખત થતું હોય છે, જ્યારે કોમેન્ટ્રી બોક્સમાં બેસેલ મહાન લોકોને ચૂપ કરાવવામા આવે. જે પોતાના જ્ઞાન વહેંચે છે અને તેમને આના પૈસા મળે છે. જોકે, ફોક્સ નેટવર્કે કોમેન્ટેટર્સે ઋષભ પંત આગળ પોતાના હથિયાર મૂકી દીધા હતા. કોમેન્ટેટર્સને એટલી બધી મજા આવી કે, તેમને નક્કી કરી લીધું કે, હવે પંજ જ્યારે પણ સ્ટમ્પની નજીક કીપિંગ કરશે તો તેઓ બધા બોલવાનું બંધ કરી દેશે અને ઋષભને જ બોલવા દેશે. અશ્વિનની ઓવરમાં આ તક આવી અને ફોક્સે ટિકર ચલાવીને તે જણાવ્યું કે, તેઓ બોલશે નહી અને માત્ર ઋષભ પંતને જ બોલવા દેવામા આવશે અને બધાને ઋષભ પંતને જ સાંભળવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન