India vs Australia ICC T20 World Cup 2021 Live Score
  • Home
  • Sports
  • Cricket
  • T20 WC 2021: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય

T20 WC 2021: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય

 | 4:09 pm IST
  • Share

  • ટી20 વર્લ્ડ કપમાં આજે ભારતની બીજી વોર્મ-અપ મેચ
  • ઓસ્ટ્રેલિયાસ-ઈન્ડિયા સામ-સામે 
  • ભારત પાસે ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે છેલ્લી તક

ઈંગ્લેન્ડ સામેની હાઇસ્કોરિંગ મેચમાં વિજય મેળવીને ટી-20 વર્લ્ડકપની તૈયારીઓને વધારે મજબૂત કરનાર ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પોતાની બીજી અને અંતિમ વોર્મ-અપ મેચ જીતી ગઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીની પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ મેદાનમાં આવતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રન બનાવતા અટકાવી દીધા હતા. રવિચંદ્રન અશ્વિને બે બોલમાં બે વિકેટ લીધી હતી ત્યાં જ રવિન્દ્ર જાડેજાએ પણ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને પેવેલિયન ભેગો કર્યો હતો પરંતુ બાદમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેચમાં વાપસી કરીને નિર્ધારિત 20 ઓવરના અંતે 5 વિકેટ પર 152 રન ફટકાર્યા હતા. 

બીજી વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. કેએલ રાહુલે ગત મેચ માફક તાબડતોડ બેટિંગ કરી હતી અને 31 બોલંમાં 39 રન ફટકાર્યા હતા જેમા તેણે 2 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ પણ વર્લ્ડકપ 2021ની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે અણનમ 38 રન બનાવ્યા હતા ત્યાં જ હાર્દિક પંડ્યાએ પણ અણનમ 14 રન બનાવ્યા હતા. આમ ભારતીય ટીમે બીજી વોર્મ-અપ મેચમાં 13 બોલ બાકી રહેતા જ 153 રન બનાવીને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આજની મેચ સાથે ભારત પોતાની બંને વોર્મ-અપ મેચ જીતી ગયું છે.

આજની મેચમાં ખાસ વાત એ રહી હતી કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટૉસ કરવા વિરાટ કોહલી નહીં પરંતુ રોહિત શર્મા આવ્યો હતો. રોહિતે ટૉસ હારતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગત મેચની વાત કરીએ તો વિરાટ કોહલીએ ટૉસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે આઇસીસીની મેગા ઇવેન્ટમાં પોતાના પ્રથમ મુકાબલામાં રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાવાનું છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને કોચ તરીકે રવિ શાસ્ત્રીની આ છેલ્લી ટૂર્નામેન્ટ છે.

ઈંગ્લેન્ડ સામેની વોર્મ-અપ મેચ પહેલાં કોહલીએ જણાવ્યું હતું કે ટોચના ત્રણ બેટ્સમેનો નક્કી છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરશે અને પોતે ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ઇંગ્લેન્ડ સામે 70 રનની આક્રમક ઇનિંગ રમીને ઇશાન કિશને પણ પ્લેઇંગ ઇલેવન માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. રિષભ પંતને સૂર્યકુમાર યાદવ કરતાં ઉપલા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામે તે કયા ક્રમે બેટિંગમાં આવશે તે જોવાનું રહેશે.

રોહિતે ઇંગ્લેન્ડ સામેની મેચમાં બેટિંગ કરી નહીં હોવાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે ઓપનિંગમાં આવશે. ટીમની મુખ્ય ચિંતા હાર્દિક પંડયાની છે જે ઇંગ્લેન્ડ સામે સહેજ પણ સાહજિક રમત દાખવી શક્યો નહોતો. તે બોલિંગ પણ કરી શકતો નહીં હોવાના કારણે ટીમ મેનેજમેન્ટ તેને નિષ્ણાત બેટ્સમેન તરીકે રમાડે છે કે નહીં તે રસપ્રદ બનશે. તેની બોલિંગ વિના ભારતને છઠ્ઠા બોલરની ખોટ પડશે. મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ તે અને સ્પિનર રાહુલ ચહર ખર્ચાળ સાબિત થયા હતા. ભુવનેશ્વરે એક વિકેટ ઝડપી હતી પરંતુ તે પ્રભાવશાળી સ્પેલ નાખી શક્યો નહોતો. ભારતીય ટીમના પ્રદર્શનને જોતાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણાની શ્રેણી હાર્યા બાદ ભારતે સતત આઠ સિરીઝ જીતી છે. 2016ના ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતે 72 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 45 મુકાબલા જીત્યા છે.

ભારતીય ટીમે કરેલી હળવી પ્રેક્ટિસ દરમિયાન વિન્ડીઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે ભારતના મેન્ટર એમએસ ધોનીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિન્ડીઝના કોચ લેન્ડલ સિમન્સ, ભારતના રવિ શાસ્ત્રી તથા પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયન કોચ મેથ્યૂ હેડન પણ એકબીજાને મળ્યા હતા અને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો