India Vs Australia Live Cricket Score 1st Odi Match In Sydney
  • Home
  • Sports
  • Cricket
  • Ind vs Aus: પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવ્યું, રોહિતની સદી એળે ગઇ

Ind vs Aus: પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવ્યું, રોહિતની સદી એળે ગઇ

 | 4:26 pm IST

ભારત સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને જીત મેળવી છે. 289 રનના લક્ષ્યાંકને લઇને ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 254/9નો સ્કોર જ બનાવી શકી હતી. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાના રોહિત શર્માએ સૌથી વધુ 133 રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી એળે ગઇ હતી.

રોહિતે કેરિયરની 22મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની 22 સદીની સરખામણી કરી લીધી હતી. ભારતે 4 રન પર 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાના ધોનીએ 51 રનની ઇનિંગ રમી હતી. રોહિત અને ધોનીએ ચોથી વિકેટ માટે 137 રનની ભાગેદારી કરી હતી.

જેસન બેહરેનડોર્ફે શેખર ધવનને એલબીડબલ્યુ કરીને ભારતને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો આપી દીધો હતો. શેખર 0 રન પર આઉટ થયો હતો. જેમાં ભારતનો સ્કોર-1/1 રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માર્કસ સ્ટોઈનિસને કેચ આપી 3 રને આઉટ થઈ ભારતને બીજો ફટકો આપ્યો છે. આ સાથે જ અંબિત રાયડુ પણ એલબીડબલ્યુ પર આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ પર 288 રન બનાવીને ભારતને 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનોએ છેલ્લી 10 ઓવરમાં 93 રન બનાવીને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. ઓસ્ટ્રેલિયામાંથી પીટર હેંડસકોમ્બે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેના સિવાય ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્શે 54 અને માર્કસ સ્ટોઇનિસે અણનમ 47 રનની ઇનિંગ રમી હતી. ગ્લેન મેક્સવેલ 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. તેના સિવાય એક વિકેટ રવિન્દ્ર જાડેજાના નામે રહી હતી. તેમણે ઉસ્માન ખ્વાજાને એલબીડબ્લ્યૂ કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બેટ્સમેનનો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન