India vs England final for me: Faf du Plessis gives his prediction
  • Home
  • Sports
  • Cricket
  • દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી, આ બે ટીમ વચ્ચે રમાશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ

 | 8:32 am IST

ICC ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઇનલમાંથી બહાર થઇ ચૂકેલ દક્ષિણ આફ્રિકન ટીમે શનિવારના રોજ ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી દીધી. આ જીતે માત્ર દક્ષિણ આફ્રિકાની જીતની સાથે વર્લ્ડ કપની સફર ખત્મ કરવાની ખુશી આપી, પરંતુ ટુર્નામેન્ટનું સેમીફાઇનલનું સમીકરણ પણ નક્કી કરી દીધું. ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે હારીને પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર રહી. તેના લીધે તેને સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડની મજબૂત ટીમ સાથે રમવું પડશે. બીજીબાજુ ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમવું પડશે.

અમારી જીતથી ભારત થતું હશે ખુશ- ફાફ ડુ પ્લેસીસ
કહેવાય છે કે દક્ષિણ આફ્રિકાની જીતથી ભારતના ફાઇનલનો રસ્તો સરળ થઇ ગયો છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ એ પણ ઇશારામાં આ વાત કહી દીધી. તેમણે મેચનું સીધું પ્રસારણ કરી રહેલી ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે મને લાગે છે કે અમારી આજની જીત ભારતીય ટીમ માટે ખૂબ ખુશી થશે. અમારી જીતના લીધે હવે સેમીફાઇનલમાં તેમનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. જે છેલ્લી ત્રણ મેચ હારી ચૂકયું છે. તેના પ્રદર્શનમાં ઘટાડો આવી રહ્યો છે.

મને લાગે છે કે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ફાઇનલ – ડુ પ્લેસીસ
ઓસ્ટ્રેલિયાની સામે સદી ફટકારનાર મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ફાફ ડુ પ્લેસીસે ફાઇનલની ટીમોનું અનુમાન પણ લગાવી દીધું. તેમણે કહ્યું કે મને લાગે છે કે ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે હશે. જો કે તેની સાથે તેમણે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોટી મેચ સારી રમે છે. આથી તેઓ મોટી મેચોમાં તેમની ટીમોમાંથી કોઇ એકનું સમર્થન કરશે.

દક્ષિણ આફ્રિકાને ટુર્નામેન્ટમાં ભારત, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ તેમણે ઓસ્ટ્રેલિયાની સામે ટુર્નામેન્ટમાં પોતાની છબીની અનુરૂપ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શાનદાર જીત નોંધાવી. તેના માટે સૌથી સારું પ્રદર્શન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે જ કર્યું અને તેઓ મેન ઓફ ધ મેચ માટે પસંદ થયા. દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલી બેટિંગ કરતાં મેચમાં 6 વિકેટ પર 325 રન બનાવ્યા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિાની ટીમ 315 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું.

આ વીડિયો પણ જુઓ – વાપી – વલસાડમાં આફતનો વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન