India vs England: Hanuma Vihari hits half-century in debut match
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: ડેબ્યૂ મેચમાં હનુમા વિહારીએ ફટકારી હાફ સેંચુરી, આ લિસ્ટમાં થયો સામેલ

India vs England: ડેબ્યૂ મેચમાં હનુમા વિહારીએ ફટકારી હાફ સેંચુરી, આ લિસ્ટમાં થયો સામેલ

 | 12:58 pm IST

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લંડનમાં રમાઇ રહેલ પાંચમી ટેસ્ટમાં પર્દાર્પણ કરી રહેલા હનુમા વિહારીએ અડધી સદી ફટકારી છે. હનુમા વિહારી ઇંગ્લેન્ડમાં ડેબ્યૂ ઇનિંગમાં ફિફ્ટી લગાવનારા ચોથો ભારતીય બની ગયો છે. વિહારીએ 124 બોલમાં 7 ચોગા અને 1 સિક્સની મદદથી 56 રન બનાવ્યા છે. આ સાથે જ વિહારી ડેબ્યૂ ટેસ્ટમાં છટ્ઠા નંબર પર સર્વાધિક રન બનાવનાર નંબર-5 બેટ્સમેન બની ગયો છે.

ડેબ્યૂ ઇનિંગમાં અર્ધશતક ફટકારનાર ભારતીય (ઇંગ્લેન્ડમાં)
રૂસી મોદી, 1946
રાહુલ દ્રવિડ, 1996
સૌરવ ગાંગુલી, 1996
હનુમા વિહારી, 2018

નંબર 6 પર બેટિંગ કરતા સર્વાધિક રન બનાવનાર ભારતીય
રોહિત શર્મા VS વેસ્ટઇન્ડિઝ, 2013
120 સુરેશ રૈના VS શ્રીલંકા, 2010
105 વીરેન્દ્ર સહેવાગ VS સાઉથ આફ્રીકા, 2001
103 પ્રવિણ ઓમર VS સાઉથ આફ્રીકા, 1992
56 હનુમા વિહારી VS ઇંગ્લેન્ડ, 2018

તમને જણાવી દઇએ કે, હનુમા વિહારી (56)ના કરિયર પહેલા અડધી સદી અને તેમની રવીન્દ્ર જાડેજા (અણનમ 41) વચ્ચે સાતમી વિકેટ માટે 77 રનની ભાગીદારીના દમ પર ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 73 રનની રમત સુધી સાત વિકેટના નુક્સાન પર 240 રન બનાવી લીધા હતા. વિહારી અને જાડેજાની આ અર્ધસતકિય ઇનિંગમાં ભારત પરત મેચમાં ફરી આવ્યુ હતું.