India Vs England We Lose Series Because Of Sam Curran Rather Than England Team : Ravi Shastri
  • Home
  • Sports
  • Cricket
  • રવિ શાસ્ત્રીનું નવું ગતકડું, ટીમ ઈન્ડિયાના કારમા પરાજય માટે આ વ્યક્તિને જવાબદાર ગણ્યો

રવિ શાસ્ત્રીનું નવું ગતકડું, ટીમ ઈન્ડિયાના કારમા પરાજય માટે આ વ્યક્તિને જવાબદાર ગણ્યો

 | 7:10 pm IST

ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની મળેલા કારમા પરાજયની કળ હજી કોચ રવિ શાસ્ત્રીને વળી નથી. તેઓ ભૂલ સ્વિકારવાના બદલે બીજા પર જ દોષારોપણ કરતો ફરી રહ્યો છે. હવે શાસ્ત્રીએ કહ્યું છે કે, ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ઓલરાઉંડર સૈમ કરણના કારણે હાર્યું છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ટેસ્ટ શ્રેણીમાં ભારત કંઈ ઈંગ્લેન્ડના સામુહિક પ્રયાસના કારણે નથી હાર્યું પરંતુ ઓલરાઉંડર સેમ કરનની શાનદાર રમતના કારણે ટીમ ઈન્ડિયા સંકટમાં મુકાતી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી પરાજયનો સમાનો કરવો પડ્યો હતો.

રવિ શાસ્ત્રીએ ભારતના પરાજયનું કારણ આપતા કહ્યું હતું કે, હું એમ નથી કહેવા માંગતો કે અમે તદ્દન નિષ્ફળ રહ્યાં પરંતુ અમે પ્રયાસ કર્યો. જ્યાં જરૂરી હોય ત્યાં અને તેને શ્રેય આપવો જોઈએ. વિરાટ અને મને મેન ઓફ ધ સીરીઝ (ઈંગ્લેન્ડ માટે) પસંદ કરવાનું કહેવામાં આવ્યું અને અમે બંનેએ સૈમ કરનને પસંદ કર્યો. કરને અમને ખરેખર ખુબ જ નુંકશાન પહોંચાડ્યું. ઈંગ્લેન્ડની ટીમ કરતા કરને જ અમને સૌથી વધારે નુંકશાન પહોંચાડ્યું.

ટીમ ઈન્ડિયાની ચીફ કોચે ફરી એકવાર દુનિયાની નંબર વન ટીમ હોવાનું ગાણું ગાતા એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે આજે પણ દુનિયાની પહેલા નંબરની ટીમ છીએ અને ઈંગ્લેન્ડ પણ એ જાણે છે કે અમે કેટલું શ્રેષ્ઠ કર્યું. અમે કેટલું લચીલાપણું દર્શાવ્યું. અમારા ચાહકોને પણ ખબર જ છે અને અમને પણ અંદરથી ખબર છે.

શ્રેણી દરમિયાન ઓપનિંગ જોડી નિષ્ફળ જવાને લઈને શાસ્ત્રીએ કહ્યું કે, અમારી ટ્રીમ પાસે ઓપનિંગ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પો હતા અને અમે તેને અજમાવ્યા. શાસ્ત્રીએ પોતાના બચાવમાં 161 ટેસ્ટ મેચ રમીને નિવૃત્ત થયએલા ઈંગ્લેન્ડના જ ખેલાડી એલિસ્ટર કૂકને લઈને કહ્યું હતું કે, ખૂદ કૂકે જ માન્યું કે ઈંગ્લેન્ડમાં આ વખતે જે રીતે ડ્યૂલ બૉલની હરકત કરી રહી હતી તે તેની આખી કારકિર્દીમાં પહેલીવાર થઈ રહ્યું હતું. કુકે એ પણ કહ્યું હતું કે, આ વખતે પીચ પર ઘાંસ વધારે હતું, જેના કારણે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. હવે તમે જ જુઓ કે જે વ્યક્તિ ઈંગ્લેન્ડ માટે 161 ટેસ્ટ મેચ રમી ચુક્યો હોય અને તેમાંથી અડધી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડમાં જ રમી હોય, તે પોતે જ બોલની મુવમેંટને લઈને હેરાન હોય, તો પછી અમારા ઓપનર્સને તો મુશ્કેલી થાય જ ને. તેમ છતાંયે ખેલાડીઓએ સાચા પ્રયાસ કર્યા.

ઈંગ્લેન્ડ સામે ભારતના કારમા પરાજયને લઈને કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલી પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે. શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી ટીમ અને પોતાનો બચાવ કર્યો રહ્યો છે.