india vs new zealand cricket match 3rd t20i at hamilton
  • Home
  • Sports
  • Cricket
  • IND vs NZ: હેમિલ્ટન T-20માં ભારતની હાર, સીરીઝ પણ ગુમાવી

IND vs NZ: હેમિલ્ટન T-20માં ભારતની હાર, સીરીઝ પણ ગુમાવી

 | 4:11 pm IST

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટી20 મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 213 રનનો લક્ષ્ય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડએ ત્રણ મેચની ટી-20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ચાર રનથી ભારતને હરાવ્યું છે અને શ્રેણી 2-1થી જીતી લીધી છે.

છેલ્લી ઓવરની રસાકસી બાદ ન્યૂઝીલેન્ડે ચાર રનથી ભારતને હરાવ્યું છે. 20 ઓવરના અંતે ભારત 208 રન કરવામાં સફળ રહ્યું છે. 208 રન કરવા માટે ભારતને 6 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. આમ ન્યૂઝીલેન્ડે શ્રેણી ઉપર વિજેય મેળવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ભારતને રોહિત શર્માના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. 16મી ઓવરમાં રોહિત શર્મા 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની પણ આઉટ થતાં ભારતની છ વિકેટ પડી હતી. 13મી ઓવરમાં ભારતને ઋષભ પંતના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો હતો. ટિકનેરની ઓવરમાં ઋષભ પંત 12 બોલમાં 28 રનની તોફાની બેટિંગ કરીને આઉટ થયો હતો. નવમી ઓવરમાં સેનટરની બોલમાં ફોર લગાવ્યા બાદ વિજય શંકર આઉટ થયો હતો. તે 28 બોલમાં 43 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

ભારતને રોહિત શર્માના રૂપમાં મોટો ફટકો પડ્યો છે. 16મી ઓવરમાં રોહિત શર્મા 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની પણ આઉટ થતાં ભારતની છ વિકેટ પડી છે. જ્યારે ભારતને 25 બોલમાં 60 રન બનાવવા જરૂરી છે.

13મી ઓવરમાં ભારતને ઋષભ પંતના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો છે. ટિકનેરની ઓવરમાં ઋષભ પંત 12 બોલમાં 28 રનની તોફાની બેટિંગ કરીને આઉટ થયો હતો.

ભારતની ખરાબ શરૂઆત
213 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન (4) રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને વિજય શંકરે શાનદાર બેટિંગ કરતા ભારતનો સ્કોર 8.3 ઓવરમાં 81 રન પર પહોંચાડી દીધો હતો.

ફરી સેન્ટનરે આ ભાગીદારી તોડી હતી. તેણે વિજય શંકર (43)ને ગ્રાન્ડહોમેના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. શંકરે 28 બોલમાં 5 બાઉન્ડ્રી અને 2 સિક્સ ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ 10મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કરી લીધા હતા.

કીવી તરફતી કોલિન મુનરોએ સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા. આ સિવાય સિફર્ટે 43, વિલિયમસને 27 અને ગ્રાન્ડહોમે 30 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

ટીમ
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ.

ન્યૂઝીલેન્ડઃ ટિમ સિફર્ટ, કેન વિલિયસમન, કોલિન મુનરો, ડેરિલ મિશેલ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, સ્કોટ કલ્ગિજન, ટીમ સાઉદી, ઈશ સોઢી, બ્લેર ટિકનર.