india vs new zealand kanpur test shreyas iyer broke sunil gavaskar record
  • Home
  • Sports
  • Cricket
  • જેમની પાસેથી ટેસ્ટ કેપ મળી, શ્રેયસે ડેબ્યૂમાં એમનો જ રેકોર્ડ તોડ્યો

જેમની પાસેથી ટેસ્ટ કેપ મળી, શ્રેયસે ડેબ્યૂમાં એમનો જ રેકોર્ડ તોડ્યો

 | 10:07 am IST
  • Share

  • શ્રેયસ અય્યર નીકળી ગયા ગાવસ્કર કરતા આગળ

  • અય્યરે કાનપુરમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું

કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર શ્રેયસ અય્યરે તેની પહેલી જ ટેસ્ટ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે તેની પ્રથમ ઇનિંગમાં સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધો છે.

સુનીલ ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગમાં 65 રન બનાવ્યા હતા. જયારે અય્યર પ્રથમ દિવસની રમતના અંત સુધી 75 રન બનાવીને અણનમ છે.

અય્યર તેની પ્રથમ ટેસ્ટ સદીથી 25 રન દૂર

અય્યર તેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પણ સદી ફટકારે તેવી અપેક્ષા છે. શ્રેયસ અય્યરને મહાન ઓપનર સુનીલ ગાવસ્કર પાસેથી ટેસ્ટ કેપ મળી હતી.

શ્રેયસ અય્યરે પ્રથમ દિવસે જવાબદાર રમત બતાવીને બીજી સિઝનમાં પણ ટીમ ઈન્ડિયાને સંકટમાંથી ઉગારી હતી. પૂજારા અને રહાણેના જલ્દી આઉટ થયા બાદ એક સમયે ટીમ ઈન્ડિયા પર ઘણું દબાણ હતું. પરંતુ અય્યરે રવિન્દ્ર જાડેજા સાથે શાનદાર ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

બીજા દિવસે પણ શ્રેયસ અય્યર પાસેથી સારી બેટિંગની અપેક્ષા રાખવામાં આવશે. અય્યર તેની પ્રથમ ટેસ્ટ સદીથી 25 રન દૂર છે અને સદી ફટકારવાની સાથે તે તેની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ગણતરીના ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થશે.

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ વચ્ચે 113 રનની ભાગીદારી થઈ છે. જાડેજા પણ 50 રન બનાવીને ક્રિઝ પર ટકી રહ્યા છે. ટીમ ઈન્ડિયા માટે મોટો સ્કોર બનાવવાની જવાબદારી આ બંને બેટ્સમેનોના ખભા પર રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો