india vs new zealand lets settle this in april kl rahuls message for james neesham
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડના ખેલાડીને કેએલ રાહુલની સોશિયલ મીડિયામાં ‘ધમકી’, કહ્યું- હિસાબ બરાબર કરીશ

ન્યૂઝીલેન્ડના ખેલાડીને કેએલ રાહુલની સોશિયલ મીડિયામાં ‘ધમકી’, કહ્યું- હિસાબ બરાબર કરીશ

 | 10:26 am IST

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ પ્રવાર પર રાહુલે ટી-20 અને વન-ડે સિરીઝમાં શાનદાર બેટિંગ કરી. માત્ર આટલું જ નહી તેણે બંન્ને સિરીઝમાં વિકેટકીપિંગની જવાબદારી પણ સંપૂર્ણ રીતે સંભાળી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ માઉંટ મોંગાનુઇમાં રમાયેલ સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં રાહુલે પોતાના કરિયરની ચોથી સદી પણ ફટકારી હતી. પરંતુ ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે બેટિંગ દરમિયાન આ મેચમાં કેએલ રાહુલ અને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જીમ્મી નીશમ વચ્ચે તકરાર પણ જોવા મળી.

જોકે, આ સદીની ઇનિંગ દરમિયાન, કેએલ રાહુલ ન્યુઝીલેન્ડના ખેલાડી સાથે અથડાયો હતો અને તેણે તેને છાતી પર પણ મુક્કો પણ મારી દીધો હતો. કેએલ રાહુલ અને જીમ્મી નીશમ વચ્ચેની ચર્ચા ભારતીય ઇનિંગની 20 મી ઓવરમાં થઈ હતી. ખરેખર કેએલ રાહુલે નીશમના બોલ પર મિડ ઓફ તરફ શોટ રમ્યો અને ઝડપથી રન દોડ્યા આ દરમિયાન નીશમ વચ્ચે ઉભો હતો અને રાહુલે રન લેતા સમયે તેનો રસ્તો બદલવો પડ્યો. આ દરમિયાન કેએલ રાહુલ આઉટ પણ થઇ શકતો હતો તેથી તે રન લીધા બાદ નીશમની પાસે ગયો અને તેને વચ્ચે ન આવવા માટે સલાહ આપી. તે બાદ નીશમે કઇક કહ્યું અને આ દરમિયાન કેએલ રાહુલે સ્માઇલ આપતા તેની પાસે ગયો અને તેની છાતી પર હળવા અંદાજમાં મજાકમાં મુક્કો માર્યો હતો. પરંતુ હવે રાહુલે નીશમને સોશિયલ મીડિયામાં ધમકી આપી દીધી છે.

ખરેખર ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જીમ્મી નીશમે મેચ બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું, જેમા તેણે મેચ દરમિયાન લેવામાં આવેલી રાહુલ અને તેની તસવીર પોસ્ટ કરી. ભારતીય બેટ્સમેને પણ તેનો જવાબ આપવામાં જરા પણ રાહ જોઇ નહી અને લખ્યુ,’એપ્રિલમાં હિસાબ બરાબર કરીશું’.

કેએલ રાહુલે નીશમથી હિસાબ એટલા માટે બરાબર કરવાની વાત કરી કારણ કે જીમ્મી નીશમ અને રાહુલ બંન્ને જ ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબનો ભાગ છે. રસપ્રદ વાત એ છે કે, કેએલ રાહુલ આ ટીમનો કેપ્ટન છે. નીશમને તેની બેસ પ્રાઇસ 50 લાખ રૂપિયામાં પંજાબે ડિસેમ્બરમાં આઇપીએલ નીલામીમાં ખરિદ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન