India vs Pakistan in ICC Chairman Elections Process
  • Home
  • Sports
  • Cricket
  • હવે ICCમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, અટકી પડી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા

હવે ICCમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, અટકી પડી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા

 | 1:58 pm IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સંબંધો સારા નથી. અને આ પ્રકારે જ હિતોના ટકરાવનો વધુ એક કિસ્સો આઈસીસીથી સામે આવ્યો છે. આઈસીસીના અધ્યક્ષ માટેની ચૂંટણી માટે પાકિસ્તાન અને ભારત આમને સામને આવી ગયા હોય તેવું ચિત્ર ઉભું થયું છે. આઈસીસીના અમુક સભ્યો અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે તે આઈસીસીના નવા અધ્યક્ષ બે-તૃતીયાંશ બહુમતના આધાર પર ચૂંટવામાં આવે, તો મોટાભાગનાં સભ્યો કે જેમાં-ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેલ છે, તેઓનું માનવું છે કે આ પ્રક્રિયા સામાન્ય બહુમતના આધાર પર જ થવી જોઈએ.

સોમવારે આ મુદ્દા પર આઈસીસીની બોર્ડ મીટિંગ થઈ હતી. ટેલિકોન્ફરન્સિંગ મારફતે થયેલી આ બેઠકનું કોઈ પરિણામ નીકળ્યું ન હતું. સુત્રોનું કહેવું છે કે, આઈસીસીમાં 17 વોટ છે. બે તૃતીયાંશનો અર્થ થાય કે, જીતવા માટે 12 વોટ જોઈશે તો સાધારણ બહુમતમાં 9 વોટ હાંસલ કરનાર જીતી જશે.

ગવર્નિંગ બોડીનાં 11 સભ્યો કે જેમાં ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને સાત અન્ય દેશો એકબાજુ છે, તો વચગાળાના ચેરમેન ઈમરાન ખ્વાજા, સ્વતંત્ર નિર્દેશક ઈન્દ્રા નૂયી, 3 એસોસિયેટ સભ્યો અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બીજી બાજુ છે.

આ મામલાને બારીકાઈથી પરખી રહેલાં એક વ્યક્તિએ જણાવ્યું કે, આઈસીસીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. અને હવે BCCI પર નિર્ભર કરે છે કે તે શું નિર્ણય કરવા માગે છે.

ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય તેને લઈ આઈસીસીમાં કોઈ સ્પષ્ટ પરિભાષા નથી. તેના પર સુત્રોએ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં બોર્ડ એક સાધારણ બહુમતથી એક રેઝોલ્યુશન પાસ કરી શકે છે. તે આઈસીસીના સંવિધાનનો એક ભાગ છે. અને જો તે ઈચ્છે તોમ આ મામલાનો ઉકેલ પણ લાવી શકે છે.

આ વીડિયો પણ જુઓઃ દિકરાઓની જેમ દિકરીઓને પણ સમાન અધિકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન