U19 WC: માત્ર 8 ઓવરમાં 10 વિકેટ પાડી જીતી 'દ્રવિડ સેના', આ છે જીતના હીરો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • U19 WC: માત્ર 8 ઓવરમાં 10 વિકેટ પાડી જીતી ‘દ્રવિડ સેના’, આ છે જીતના હીરો

U19 WC: માત્ર 8 ઓવરમાં 10 વિકેટ પાડી જીતી ‘દ્રવિડ સેના’, આ છે જીતના હીરો

 | 9:48 am IST

ICC અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એ સતત બીજી જીત નોંધાવી. ગ્રૂપ-બીમાં પોતાના બીજા મુકાબલામાં જોરદાર પ્રદર્શન કરતાં પપુઆ ન્યુ ગિનીને 10 વિકેટોથી હરાવી દીધું. પપુઆ ન્યુ ગિની એ પહેલાં બેટિંગ કરતાં તમામ વિકેટ ગુમાવી 64 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ એ માત્ર 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવતા જીત નોંધાઇ. કેપ્ટન પૃથ્વી શૉ એ માત્ર 39 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા, જ્યારે બીજા ઓપનર મનોજ કાલરા 9 રન બનાવીને નૉટ આઉટ રહ્યો. અનુકૂલ રૉય ને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો.

ભારતીય ઇનિંગ્સનો રોમાંચ: અનુકુલના પંચ, પીએનજી 64 રન પર ઑલઆઉટ
આની પહેલાં ભારતીય ટીમ એ પપુઆ ન્યુ ગિની (પીએનજી) ને 21.4 ઓવરોમાં માત્ર 64 રનો પર સમેટી દીધું. ગ્રૂપ-બીના આ મુકાબલામાં પપુઆ ગિનીના શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને અંત સુધી તેઓ શકય કરી શકયા નહીં. અનુકૂલ સુધાકરણ રોય એ 14 રન આપી 5 વિકેટના ઝાટકા આપ્યા જ્યારે શિવમ માવીના ખાતામાં 2 વિકેટ ગઇ. કમલેશ નાગરકોટી અને અર્શદીપ સિંહ એ 1-1 વિકેટ લીધી.

સતત વિકેટ પાડી, માત્ર 3 બેટસમેન પહોંચ્યા 10ની પાર
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલ પપુઆ ન્યુ ગિનીની ટીમ ભારતીય બોલર્સ સામે ઘૂંટણિયે દેખાઇ. તેને પહેલો ઝાટકો 13 રનોના સ્કોર પર લાગ્યો તો 50 રનની અંદર ટોપ-4 બેટસમેન પાછા ફર્યા હતા. ત્યારબાદ પાંચમી વિકેટ 61 રન પર પડી પછી તો ટપોટપ વિકેટો પડવા લાગી. 15 રન બનાવનાર ઓવિયા સૈમ બેસ્ટ સ્કોરર રહ્યા. બીજીબાજુ ઓપનર સિમોન અતાઇ એ 13 રનની ઇનિંગ્સ રમી તો સિનાકા અરૂઆ 12 રન બનાવી શકયો. આ સિવાય પપુઆ ન્યૂ ગિનીનો કોઇપણ બેટસમેન 10નો આંકડો પાર કરી શકયો નહીં. 5 બેટસમેન ખાતું ખોલ્યા વગર પેવેલિયનમાં પાછા ફર્યા.

પોતાની પહેલી મેચમાં ભરત એ ઑસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી વિજયી શરૂઆત કરી હતી. બીજીબાજુ પીએનજી માટે ટુર્નામેન્ટની શરૂઆત સારી નહોતી. તેણે પોતાની પહેલી મેચમાં ઝિમ્બાબ્વેની સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ઝિમ્બાબ્વે એ પીએનજીની ઇનિંગ્સ માત્ર 95 રનો પર સમેટી દીધી હતી.