india vs south africa t20i virat kohli and rohit sharma battle on two records
  • Home
  • Sports
  • Cricket
  • INDvsSA: કોહલી કે રોહિતમાંથી કોણ બનશે ટી-20નો સિકંદર, બંને દિગ્ગજ વચ્ચે છે આટલો ફરક

INDvsSA: કોહલી કે રોહિતમાંથી કોણ બનશે ટી-20નો સિકંદર, બંને દિગ્ગજ વચ્ચે છે આટલો ફરક

 | 6:25 pm IST

ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે એટલે કે, 18 સપ્ટેમ્બરે મોહાલીમાં બીજી ટી-20 મેચ રમાશે. આ મુકાબલામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સલામી બેટ્સમેન રોહિત શર્મા પાસે કેટલાક રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે. બન્નેની કોશિશ હશે કે, એક ધમાકેદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પોતાની ધરતી પર પ્રથમ જીત અપાવે.

ટીમ ઇન્ડિયાના ‘હિટમેન’ કહેવાતા રોહિત શર્મા હાલમાં ટી-20માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. અને વિરાટ કોહલી તેનાથી માત્ર 53 રન પાછળ છે. રોહિતે 88 ટી-20 ઇનિંગમાં 2422 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 65 ઇનિંગમાં 2369 રન બનાવ્યા છે. રોહિત શર્માનો પ્રયત્ન હશે કે, ટી-20 સિરીઝની શરૂઆત શાનદાર હોય. વિરાટ પાસે તક હશે કે તે રોહિતને પાછળ ચોડી બધાથી આગળ નિકળી જાય.

ક્રિકેટના આ નાના ફોર્મેટમાં રોહિત અને કોહલી બંન્ને પચાસ અથવા તેનાથી વધુ રન ટાઇ કર્યા છે. રોહિતે 17 હાફ સેંચુરી અને ચાર સદી ફટકારી છે, જ્યારે કોહલીએ ટી-20માં 21 હાફસેંચુરી લગાવી છે. એટલે કે બંનેએ ટી-20માં પચાસની પારનો સ્કોર 21 વખત બનાવ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બીજી મેચમાં વિરાટ અને રોહિતમાંથી કોઇ પણ હાફ સેંચુરી લગાવે છે તો તે આગળ નિકળી જશે. તમને જણાવી દઇએ કે, ભારતે ઘરેલૂ મેદાન પર ટી-20મા ક્યારેય દક્ષિણ આફ્રિકાને હરાવ્યું નથી.

વર્ષ 2015માં ભારતે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સિરીઝ ઘર આંગણે રમી હતી અને ત્રણ મેચોની સિરીઝ 0-2થી હારી હતી. જ્યારે એક મેચ રદ્દ થઇ ગઇ હતી. ભારતમાં દક્ષિણ આફ્રિકાની જીતની સરેરાશ 66.67ની છે. તેમણે છમાંથી ચાર મેચ જીતી છે. વિરાટ કોહલી કોઇ પણ સ્થિતિમાં આ રેકોર્ડને બદલવા માંગશે.

તમને જણાવી દઇએ કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે રમાવાની હતી. પરંતુ સતત વરસાદ થવાના કારણે આ મેચમાં ટોસ પણ થઇ શક્યો ન હતો. જેના કારણે અમ્પાયરે આ મેચને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

આ વીડિયો પણ જુઓ : નવસારીમાં પોલીસ દ્વારા કડકપણે ટ્રાફિક ઝુંબેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન