India vs south Africa there will be a new logo on team India jersey
  • Home
  • Sports
  • Cricket
  • આજથી ભારતનાં ખેલાડીઓની જર્સીમાંથી ગુમ થશે એક વસ્તુ, આવી જશે નવું નામ

આજથી ભારતનાં ખેલાડીઓની જર્સીમાંથી ગુમ થશે એક વસ્તુ, આવી જશે નવું નામ

 | 1:09 pm IST

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ રવિવાર સાંજે સાઉથ આફ્રિકાની સામે ટી 20 સીરીઝનો આરંભ કરશે. ટીમના ખેલાડીઓની જર્સી પર હવે ‘ઓપ્પો’ની જગ્યાએ ‘બાયજૂસ’ જોવા મળશે. ઓપ્પોએ 2017માં ભારીતીય ટીમની જર્સી પર પોતાનો લોગો રખાવ્યો હતો. જેનો અધિકાર કંપનીએ 31 માર્ચ 2022 સુધી ખરીદ્યો હતો જો કે કંપનીએ હવે તેનો આ અધિકાર ઓનલાઈન ટ્યુટોરિયલ ફર્મ બાયજૂસને સ્થળાંતર કરી દીધી છે.

આ પણ વાંચો: એસિઝમાં ઈંગ્લેન્ડ ઘરઆંગણે આબરૂ બચાવી શકશે? જાણો અત્યાર સુધીની શું છે સ્થિતિ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાની જર્સી પર આ અધિકાર 5 વર્ષ સુધી 1079 કરોડ રૂપિયામાં આ મોબાઈલ નિર્માતા કંપનીને વેચી દીધું છે. ઓપ્પોએ વર્લ્ડકપ બાદ પોતાના આ અધિકારોને બાયજૂસને સ્થળાંતરિત કરી દીધા છે. આનાથી BCCIને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. કેમકે નવી જુની કંપની જ આ રાશિની ચુકવણી કરી શકશે.

બાયજૂસ અને ઓપ્પો આ અધિકારો પર કરાર કરી નિયમો અનુસાર BCCI પાસેથી મંજૂરી લીધી છે. બોર્ડે જુલાઈમાં આ ઘોષણા સાર્વજનિક કર્યું હતુ. સપ્ટેમ્બર ટીમ ઈન્ડિયા પોતાની જર્સી પર ઓપ્પો નહીં પણ બાયજૂસનો લોગો લગાવીને ખેલાડીઓ રમશે.

આ Video જુઓ: અમદાવાદના રાણિપ ડેવલોપ થતું હોવા છતા લોકો મુશ્કેલીમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન