India vs SouthAfrica 2nd Test Match 3rd day Score update
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય બોલરો સામે સા.આફ્રિકા નતમસ્તક, 275 રનમાં આખી ટીમ પેવેલીયન ભેગી થઈ

ભારતીય બોલરો સામે સા.આફ્રિકા નતમસ્તક, 275 રનમાં આખી ટીમ પેવેલીયન ભેગી થઈ

 | 5:15 pm IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 3 ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. જેનો આજે ત્રીજો દિવસ છે. દિવસના અંતે સાઉથ આફ્રિકાની ટીમ 275 રન બનાવીને ઓલઆઉટ થઈ છે.

સાઉથ આફ્રિકાની બેટિંગની વાત કરીએ તો ઓપનર બેટ્સમેન ડીન એલ્ગર-6 અને એડન માર્કરામ-0 રન બનાવીને સસ્તામાં આઉટ થયા. જ્યારે થૂનિસ ડી બ્રૂયને 30 રન ફટકાર્યા પરંતુ તેના પછી ટેંબા બાવુમા-8 અને એનરિચ નોર્તજે માત્ર 3 રન બનાવીને પેલેવીયન ભેગા થયા. કેપ્ટન ફાફ ડૂ પ્લેસીએ અડધી સદી ફટકારીને 64 રન જ્યારે ક્વિન્ટન દ કોક 31 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે આફ્રિકન ટીમનો સ્કોર થોડો સુધર્યો હતો. ત્યાર બાદ કેશવ મહારાજે શાનદાર બેટિંગ કરી 72 રન બનાવ્યા અને બોલર કેગિસો રબાડા 2 રન બનાવી આઉટ થયા. વર્નોન ફિલાન્ડર 44 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

ભારતીય બોલર્સની વાત કરીએ તો તેમના બોલિંગ એટેક સામે સાઉથ આફ્રિકાની ટીમ વેરવિખેર થઈ. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી. ઉમેશે 3 જ્યારે અશ્વિને 4 વિકેટ ઝડપ્યા. આ સિવાય રવિન્દ્ર જાડેજા 1 અને મોહમ્મદ શામીએ 2 વિકેટ પોતાના નામે કર્યા. આ પહેલા ભારતીય ટીમે ઘાતક બેટિંગ કરીને સાઉથ આફ્રિકાને 602 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

ટીમ ઇન્ડિયા તરફથી ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે(108) શાનદાર સદી ફટકારી જ્યારે કેપ્ટન કોહલીએ(257*) પણ જબરદસ્ત બેટિંગ કરીને બેવડી સદી ફટકારી હતી. ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જબરદસ્ત 91 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા(58) અને અજિંક્ય રહાણે(59) એ અડધી સદી ફટકારી હતી. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા દિવસના અંતે ભારતને 326 રનની લીડ છે.

આ વીડિયો પણ જુઓ: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા મુદ્દે પરેશ ધાનાણીનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન