ભારત ઇચ્છે તો હિમાલય પણ અમારી દોસ્તીને રોકી શકે તેમ નથી : ચીન - Sandesh
  • Home
  • Ahmedabad
  • ભારત ઇચ્છે તો હિમાલય પણ અમારી દોસ્તીને રોકી શકે તેમ નથી : ચીન

ભારત ઇચ્છે તો હિમાલય પણ અમારી દોસ્તીને રોકી શકે તેમ નથી : ચીન

 | 1:25 am IST

બેઇજિંગ, તા. ૮

ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ કહ્યું છે કે ભારત અને ચીને તેમના આપસી મતભેદ ભૂલી દ્વિપક્ષી સંબંધો સુધારવા પર જોર આપવું જોઈએ. સંસદીય સત્ર દરમ્યાન વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં વાંગે કહ્યું કે ભારત અને ચીને લડવાને બદલે સાથે મળી કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એને માટે જરૂરી છે કે બંને દેશ પોતાની શંકા-કુશંકા દૂર કરે.

૨૦૧૭માં ચીન અને ભારત વચ્ચે થયેલા વિવાદો અંગે વાંગે કહ્યું કે, અમુક તકલીફો અને મુસીબતો છતાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા છે. તેમણે કહ્યું, ચીન એના અધિકારો અને હિતોને ધ્યાનમાં રાખવાની સાથે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યો છે.

ચીની ડ્રેગન અને ભારતીય હાથી એક થઈને રહે : વાંગ

ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ કહ્યું હતું કે ચીની ડ્રેગન અને ભારતીય હાથીએ આપસમાં લડવાને બદલે સાથે રહી સંબંધો મજબૂત કરવા જોઈએ. વાંગે કહ્યું કે, બંને દેશો વચ્ચે શંકા અને વિવાદ ખતમ કરી શકાય, જો અમે એકબીજા પર વિશ્વાસ મૂકીએ તો હિમાલય પણ આપણી દોસ્તીને રોકી શકશે નહીં.

કોલ્ડવોર જેવી બાબતોને બજારમાં કોઈ સ્થાન નથી  

ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના જવાબમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી અંગે વાંગે કહ્યું કે ઘણા એક્સ્પટ્ર્સ ચાર દેશોની યોજનાને વન બેલ્ટ વન રોડ(OBOR)નો જવાબ અને ચીનની તાકાત પર લગામ તાણવાનો ઉપાય માની રહ્યા છે, પરંતુ ચારેય દેશો સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ કોઈ પર નિશાન તાકી રહ્યા નથી.

;