India Will Ban Chinese Companies In Highway Projects : Gadkari
  • Home
  • Featured
  • 59 એપ પર પ્રતિબંધ બાદ ભારત સરકારનો ચીનને વધુ એક ઝાટકો, હવે આ કંપનીઓનો વારો

59 એપ પર પ્રતિબંધ બાદ ભારત સરકારનો ચીનને વધુ એક ઝાટકો, હવે આ કંપનીઓનો વારો

 | 4:34 pm IST

ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કર્યા બાદ ભારતે વધુ એક આકરો નિર્ણય લીધો છે. ભારતે હાઈવે પ્રોજેક્ટ માટે ચીનની કંપનીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવશે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારત હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીનની કંપનીઓની એંટ્રીને પ્રતિબંધિત કરવામાં આવશે.

જોઈંટ વેંચર પર પણ ચાંપતી નજર

ગડકરીએ કહ્યું હતું કે, જો કોઈ ચાઈનીઝ કંપની જોઈંટ વેંચરનો રસ્તો અપનાવી હાઈવે પ્રોજેક્ટ્સમાં એંટ્રીનો પ્રયાસ કરશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સરકાર એ વાત પણ સુનિશ્ચિત કરશે કે MSME સેક્ટરમાં ચાઈનીઝ ઈન્વેસ્ટમેંટનો પણ મંજુરી ના આપવામાં આવે.

471 કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો હતો

ગલવાન ખીણ હિંસાની ઘટના બાદ #BoycottChina અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા જ ઈન્ડિયન રેલવેએ નિર્ણય લીધો હતો. ભારતીય રેલવેએ ચીનની કંપનીનો 471 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ રદ્દ કરી નાખ્યો હતો. રેલવેએ ચીનની કંપની બેઈજીંગ નેશનલ રેલવે રિસર્ચ એંડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એંડ કમ્યૂનિકેશન લિમિટેડને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાખ્યો હતો. આ ઘટના 18 જૂનની છે. ગલવાન ખીણમાં 16 જૂને ઘટના ઘટી હતી જેમાં 20 ભારતીય જવાનો શહિદ થયા હતાં.

ભારત સરકારની ડિજીટલ સ્ટ્રાઈક

આ ઉપરાંત સરહદે ઉંબાડીયા કરી રહેલા ચીનની શાન ઠેકાણે લાવવા માટે ભારત સરકારે એક જ સાથે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ટિકટોક અને ઝેંડર સહિતની કંપનીઓનો પણ સમાવેશ થતો હતો. ભારત સરકારના આ નિર્ણયથી ચીન સમસમી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન