India Will Deploy Additional 35000 Troops On LAC
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનની હરકતનો જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર, LAC વધુ 35,000 સૈનિકો ખડકશે

ચીનની હરકતનો જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર, LAC વધુ 35,000 સૈનિકો ખડકશે

 | 6:39 pm IST
  • Share

લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે પણ ચીનની કોઈપણ હરકતનો તાત્કાલિક જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. પૂર્વ લદ્દાખમાં બંને દેશોની વચ્ચે સૈન્ય તણાવ લાંબો ખેંચાવાનાં સંકેતોની વચ્ચે ભારત ચીનથી અડીને આવેલી સરહદ પર 35,000 વધારાનાં સૈનિકોને તૈનાત કરવા જઇ રહ્યું છે. બ્લૂમર્ગનાં એક રિપોર્ટમાં વરિષ્ઠ ભારતીય અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ જાણકારી આપવામાં આવી છે.

સૈનિકો વધારવાથી યથાસ્થિતિ બદલાશે

અધિકારીઓએ મીડિયા સાથે વાતચીતનાં નિયમોને આગળ ધરીને ઓળખ ના જાહેર કરવાની શરતે જણાવ્યું કે આ પગલાથી 3,488 કિમી લાંબી લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર યથાસ્થિતિ બદલાઈ જશે. 15 જૂનનાં પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ બાદ બંને દેશોની વચ્ચે તણાવ વધારે વધી ગયો હતો, જેને ઓછો કરવા માટે અનેક તબક્કાની વાતચીત થઈ ચુકી છે. લોહિયાળ સંઘર્ષમાં ભારતનાં 21 જવાનો અને ઑફિસર શહીદ થયા હતા, જ્યારે ચીનનાં ઓછામાં ઓછા 45 સૈનિકો માર્યા ગયા હતા. બેઇજિંગે પોતાના સૈનિકો માર્યા ગયા હોવાની વાત તો કબૂલ કરી હતી, પરંતુ સત્તાવાર રીતે તેમની સંખ્યા નહોતી જણાવી.

ચીનની દરેક હરકત પર ભારતીય સેનાની બાજ નજર

ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ ભારતે પણ સરહદ પર અતિરિક્ત સૈનિકો, તોપો અને ટેન્કો સજ્જ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થિતિની માંગ છે કે ત્યાં હજુ પણ વધારે સૈનિકો મોકલવામાં આવશે. ભારત અત્યાર સુધી પાકિસ્તાનથી અડીને આવેલી સરહદ પર જ સૈન્ય તૈનાતી પર ખાસ ધ્યાન આપતુ રહ્યું છે, કેમકે સરહદ પારથી આતંકવાદી ઘુસણખોરી અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનાં નાપાક ષડયંત્રનાં પ્રયત્ન ચાલતા રહે છે. હવે ભારત એલએસી પર પણ સૈન્ય વધારી રહ્યું છે અને પૂર્વ લદ્દાખથી લઇને પૂર્વોત્તરનાં રાજ્યોમાં સરહદ પર ચીનની હરકત પર નજર રાખી રહ્યું છે.

સેનાને આધુનિક બનાવવાની જરૂર

ભારત પોતાની સેના પર સૌથી વધારે ખર્ચ કરનારો ત્રીજો દેશ છે અને ભારતીય સેના પણ દુનિયાની સૌથી મોટી સેનાઓમાંથી છે. મિલિટરી પર સૌથી વધારે ખર્ચ કરતો દેશ હોવા છતા પણ ભારતની સેનાઓનાં આધુનિકીકરણની ઘણી જ જરૂર છે. રક્ષા બજેટનો 60 ટકા ભાગ સૈલરી અને પેન્શનમાં જાય છે. બજેટનો બાકીનો ભાગ હથિયારો ખરીદવામાં ખર્ચ થાય છે. એલએસી પર સૈનિકો વધારવાથી નિષ્ણાતોનું માનવું છે કે આનાથી રક્ષા બજેટ પર ભાર વધશે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં કોરોનાના વધુ 26 પોઝિટિવ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન