India Will Get Diplomatic Campaign US Waiver ON Russian Missile Defense
  • Home
  • Featured
  • S-400 ડીલ: પ્રતિબંધમાં છૂટ છાટ માટે ભારત આમ ચપટીમાં મનાવી લેશે અમેરિકાને!

S-400 ડીલ: પ્રતિબંધમાં છૂટ છાટ માટે ભારત આમ ચપટીમાં મનાવી લેશે અમેરિકાને!

 | 8:35 am IST

રશિયાની સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડીલ પર ભારતની મ્હોર માર્યા બાદ હવે ભારતની તૈયારી અમેરિકાને સાંધવાની છે. ભારત મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક-મિલિટરી કેમ્પેન કરીને અમેરિકાની આ ડીલમાં છૂટ આપવાની માંગણી કરશે. આપને જણાવી દઇએ કે લાંબા સમય સુધી રાહ જોયા બાદ ભારત અને રૂસની દ્વિપક્ષીય વાતચીતમાં આ ડીલ પર મ્હોર લાગી છે. ભારતે એસ-400 સિવાય બીજી 7 ડીલ રૂસની સાથે કરી છે.

ભારતના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ભારતે ટ્રમ્પ મેનેજમેન્ટને એ વાત માટે આશ્વસ્ત કર્યું છે કે આ હથિયારના સિસ્ટમની ઓપરેશનલ ગુપ્તતાથી કયારેય સમજૂતી કરાશે નહીં. સૂત્રે કહ્યું કે ભારતે અમેરિકાને એમ પણ કહ્યું કે તેઓ ટેકનોલોજી પર મજબૂતી બનાવી રાખશે અને કોઇપણ દેશની ગોપનીય માહિતી ત્રીજા કોઇ દેશને આપશે નહીં. આપણે બે દેશોની વચ્ચે થયેલૂ સમજૂતીની સાથે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટનું સમ્માન કરીએ છીએ.

સિક્યોરિટી પર બનેલ કેબિનેટ કમિટી દ્વારા 26મી સપ્ટેમ્બરના રોજ એસ-400 ડીલને લઇ સહમતિ મળ્યા બાદ ભારતના અધિકારીઓ દ્વારા કેટલીય વખત અમેરિકાની મુલાકાત લેવામાં આવી અને આ ડીલ માટે રાજી કરવાનો પ્રયાસ પણ કરાયો.

22-23 ઑગસ્ટના રોજ એક ઉચ્ચ સ્તરીય ટેકનિકલ ટીમના ટોપ ઓફિસર્સે ભારતીય વાયુ સેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ આર નાંબિયાર (હવે ઇસ્ટર્ન એર કમાન્ડ ચીફ)ના નેતૃત્વમાં અમેરિકાની મુલાકાત કરી હતી. ત્યરબાદ સપ્ટેમ્બરના મધ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાની મુલાકાત કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે ભારત સમજૂતીથી અમેરિકા સુધી પોતાની વાત પહોંચાડવામાં સફળ રહ્યું છે. સાથો સાથ ભારતે અમેરિકાને એમ પણ કહ્યું કે એસ-400 ડીલ ભારતીય સરહદોની સુરક્ષા માટે કેટલાં જરૂરી છે. પરંતુ તેમણે એ વાત પણ સ્વીકારી છે કે આ ડીલમાં ભારતને અમેરિકન પ્રતિબંધોથી છૂટ મળશે કે નહીં તેના પર આખરી નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ લેશે. ટ્રમ્પના નિર્દેશ પર જ રૂસી હથિયાર અને ઇરાનથી તેલ ખરીદવા પર અમેરિકાએ પ્રતિબંધ મૂકયો છે.

કહેવાય છે કે એસ-400 સિસ્ટમ એરક્રાફ્ટ અને રડાર જેવા પ્લેટફોર્મના ડેટા રેકોર્ડ કરવામાં સક્ષમ છે. આપને જણાવી દઇએ કે ભારત અમેરિકાની એફ-35ને ખરીદવામાં રસ દાખવી ચૂકયું છે. પરંતુ ભારત અમેરિકાની સાથે પહેલાં કેટલાંય પ્રકારના મહત્વપૂર્ણ હથિયાર ખરીદવાની ડીલ કરી ચૂકયુ છે. તેમાંથી કેટલાંક પર ભારત અને અમેરિકાના 2+2 ડાયલોગ પર મ્હોર લાગી હતી.

અમેરિકાના રક્ષા મંત્રી જિમ મેટિસ અને વિદેશ માઇક પોમ્પિયો જે 2+2 ડાયલોગ દરમ્યાન ભારતમાં હતા, તેમણે પણ આ પ્રતિબંધથી ભારતને છૂટ આપવાની વકાલત પણ કરી. ગયા મહિને જ અમેરિકાએ ચીન પર રૂસથી એસ-400 અને સુખોઇ-35 ખરીદવા પર આર્થિક પ્રતિબંધ મૂકયો હતો.